રિપોર્ટ@ગુજરાત: રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, જાણો વધુ વિગતે

આજે ફરીવાર તેઓ શિબિરમાં ભાગ લેવા આવશે.

 
રિપોર્ટ@ગુજરાત: રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 
રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે.જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે. સ્થાનિક નેતાઓને માર્ગદર્શન આપવા માટે 12 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી પણ આવ્યા હતા. 41 શહેર અને જિલ્લા પ્રમુખોના 4 કલાક નેતાઓના ક્લાસ લીધા હતા. આજે ફરીવાર તેઓ શિબિરમાં ભાગ લેવા આવશે.

આજે સવારે રાહુલ ગાંધી દિલ્હીથી રવાના થશે. બપોરે કેશોદ એરપોર્ટ પર આગમન થશે. કેશોદ એરપોર્ટથી બાય રોડ જૂનાગઢ પહોંચશે. બપોરે 2 વાગ્યે ભવનાથ તળેટીમાં આવેલ પ્રેરણાધામ ખાતે પ્રશિક્ષણ શિબિર સ્થળ પર પહોંચશે. સાંજે 6 વાગ્યા સુધી રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહેશે. બાદમાં સાંજે 6 વાગ્યે પ્રેરણાધામથી બાય રોડ પોરબંદર એરપોર્ટ જવા રવાના થશે. પોરબંદર એરપોર્ટથી 8 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. રાહુલ ગાંધી સાથે સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ, મુકુલ વાસનિક, અજય માકન સહીતના નેતાઓ ઉપસ્થિત રહેશે

12 સપ્ટેમ્બર શિબિરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે કુસ્તીમાં એક નિયમ હોય છે જ્યારે સામે વાળો તમને મારે ત્યારે તમારે તેને મારવાનું હોતું નથી પણ બચવાનું હોય છે. ગુજરાત બીજેપીનો ગઢ છે અહીં તમારી ઉપર બીજેપીના નેતાઓ ગમે તેટલો દાવ લે તમે શાંતિથી તેમાંથી નિકળો બાકીનો રસ્તો આરામ થી મળી જશે.