નિર્ણય@દેશ: IPC-CRPC, ફોરેન્સિક અને એવિડન્સ એક્ટમાં કરશે સંશોધન, અમિત શાહની મોટી જાહેરાત

 
Amit Shah

અટલ સમાચાર, ડેસ્ક

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે દિલ્હી પોલીસના 76મા સ્થાપના દિવસ પરેડમાં જોડાયા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, આ મારા માટે ગર્વની ક્ષણ છે કે, હું 75 વર્ષથી વધારેની વિરાસતનો ભાગ છું. દિલ્હી પોલીસ આઝાદી બાદથી અત્યાર સુધી પોતાના કામ માટે જાણીતી છે અને સમગ્ર દેશ દ્વારા તેની સરાહના થાય છે. હું એ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માગુ છું કે, જેમણે સેવામાં પોતાનું જીવન બલિદાન કરી દીધું. આઝાદી બાદ, દિલ્હી પોલીસ શાંતિ, સેવા, ન્યાયના નારા સાથે આગળ વધી અને પોતાનુ કામ અને કામકાજમાં પરિવર્તન લાવ્યા, જે દેશ માટે ફાયદાકારક છે.

 

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ભારતીય દંડ સંહિતા એટલે કે IPC અને CRPC અને એવિડેંન્સ એક્ટના કાયદામાં અમુક સંશોધન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આઝાદી પહેલા પોલીસના કામમાં સેવાનું નામ નહોતું. પણ હવે ખૂબ સેવા ભાવ છે. કોરોના જૈવી વૈશ્વિક મહામારી દરમિયાન દિલ્હી પોલીસના યોગદાનના વખાણ કર્યા. દિલ્હીમાં રહેતા ભારતના નાગરિકોએ પોતાના પાસપોર્ટ વિશે ચિંતા કરવાની જરુર નથી, કારણ કે, હવે 5 દિવસની અંદર પોલીસ મંજુરી મળી જશે. મોબાઈલ કેમેરા દ્વારા પાસપોર્ટ સેવા વેરિફિકેશન થશે.

આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ભારતની કાનૂન અને વ્યવસ્થા, સુરક્ષાએ 2014 બાદથી સકારાત્મક વિકાસ જોયો છે. આ અગાઉ કાશ્મીરમાં દરરોજ વિરોધ પ્રદર્શન, પથ્થરમારો અને આગની ઘટનાઓ બનતી હતી. આજે કાશ્મીર પર્યટકોથી ભરેલું છે. દેશના નાગરિકો ખૂબ જ સશક્ત અનુભવી રહ્યા છે. જ્યારે તેઓ કાશ્મીર વિશે વિચારે છે, દેશભરમાં યાત્રા કરે છે. વામપંથી રાજનીતિ અને ઉગ્રવાદના ઉદાહરણ ખૂબ જ ઓછા થઈ ગયા છે. અમિત શાહે કહ્યું કે, દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને લઈને જમ્મુ કાશ્મીરની અંદર જેવી રીતે આતંકીઓ/પથ્થરમારા વિરુદ્ધ કાર્યવાહી થઈ, તે કોઈનાથી છુપાયેલી નથી. તેમણે કહ્યું કે, દિલ્હી પોલીસને મોબાઈલ ફોરેન્સિક સાયન્સ વૈન આપવાથી ક્રાઈમના કિસ્સા ફટાફાટ સોલ્વ થશે.