આયોજન@પાટણ: રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 3 દિવસીય રેસિડેન્સીઅલ સમર સાયન્સ કેમ્પ-2

 
Summer Camp Patan

અટલ સમાચાર, ડેસ્કસમર કેમ્પ બાળકોને આત્મવિશ્વાસ, સ્વતંત્રતા, સામાજિક કૌશલ્ય, નેતૃત્વ કૌશલ્ય અને શારીરિક તંદુરસ્તી વિકસાવવામાં સક્ષમ બનાવે છે. સમર કેમ્પ, બાળકો અને કિશોરો માટે તેમના ઉનાળાના વેકેશનની રજાઓ દરમિયાન ખાસ રચાયેલ પ્રોગ્રામ છે. જેથી ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજીયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે ધોરણ 8 અને 9ના વિદ્યાર્થી માટે ત્રણ દિવસીય સમર સાયન્સ કેમ્પ-2023 ભાગ-2 નું આયોજન તારીખ 23 મે થી 24 મે વચ્ચે કરવામાં આવશે.આ સમર કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને આ લિન્ક https://forms.gle/eU5kHt73VkfK57px9 પર તેની માહિતી નોંધવાની રહેશે અને મેરીટ ના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.

સમર સાયન્સ કેમ્પમાં વિધ્યાર્થીઓ ને 3 દિવસ રહેવાનુ અને જમવાનું આયોજન સાયન્સ સેન્ટર દ્વારા કરવામાં આવશે. જેમાં STEM (Science, Technology, Engineering and Mathematics) આધારિત અને વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતો જેવી કે સાયંટિફિક રાઇટિંગ સ્કિલ, માટીના સાયંટિફિક રમકડાં બનાવતા, હાઇડ્રોપોનિક્સ વર્કશોપ, દરરોજ સવારે યોગ, નેચર વોક, રાત્રે આકાશ દર્શન, ભૌતિકશાસ્ત્ર આધારિત વર્કશોપ વગેરે જેવી સાયન્સ આધારિત પ્રવુતિઓ નું સમાવેશ કરવામાં આવશે. સમર સાયન્સ કેમ્પ ભાગ-2 વિશે વધારે માહિતી માટે 8347124214 ઉપર સંપર્ક કરવાનો રહેશે.