બ્રેકિંગ@ગુજરાત: 12 સાયન્સનું પરિણામ જાહેર, 90.41 ટકા સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે, પાટણનું પરિણામ 66.54 ટકા

 
GSEB

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં આજે ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023નું બોર્ડનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થયું છે. ધો.12 સાયન્સનું કુલ 65.58 ટકા પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27 ટકા અને બી ગ્રુપમાં 61.71 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ 90.41 ટકા સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22 ટકા રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ 83.22 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું 65.32 ટકા અને અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે 6.44 ટકા પરિણામ ઘટ્યું છે.

ઉત્તર ગુજરાતના પાટણના 4 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી. જેમાં પાટણ કેન્દ્રનું 70.67 ટકા, સિદ્ધપુરનું 61.54 ટકા, ચાણસ્મા કેન્દ્રનું 43.95 ટકા અને રાધનપુર કેન્દ્રનું 67.09 ટકા પરિણામ આવ્યું છે. બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓએ વ્હોટ્સએપ નંબર મેસેજ કરીને પણ પરિણામ મેળવ્યું હતું. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ પર પરિણામ ચકાસ્યું હતું. 

 

આ વર્ષે અઘરા પેપરને લઈને પરિણામ ઘટ્યું

પરિણામ આવતા વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે, આ વર્ષે અઘરા પેપરને લઈને પરિણામ ધાર્યા કરતા ઓછું આવ્યું છે. અમે બહુ મહેનત કરી હતી, પરંતુ પરિણામને લઈને થોડું દુખ થયું છે. આ વખતે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ખૂબ હાર્ડ પેપર હતું. પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશી સાથે થોડું દુખ પણ જોવા મળ્યું હતું.

વ્હોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી રિઝલ્ટ મેળવો

આ વર્ષે ખાસ વ્હોટ્સએપ નંબર 6357300971 જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સીટ નંબર મેસેજ કરવાથી પણ પરિણામ મેળવી શકો છો. સૌપ્રથમ વખત મેના પહેલા વીકમાં આજે ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે.

માર્ચ-2023 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ 140 કેન્દ્રો ઉપર 1,26,624 પરીક્ષાર્થી નોંધાયા હતાં. તે પૈકી 1,25,563 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,10,229 નોંધાયા હતા, તે પૈકી 1,10,042 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતા. જેમાંથી 72,166 પરીક્ષાર્થી ‘પ્રમાણપત્ર મેળવવાને પાત્ર’ થયેલ છે. રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58 ટકા આવ્યું છે.

નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ (Male)- 66.32 ટકા

નિયિમિત વિદ્યાર્થિનીઓનું પરિણામ (Female)- 64.66 ટકા

1,10,042 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા

હળવદ સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર- 90.41 ટકા

લીમખેડા સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર- 22 ટકા

સૌથી વધુ પરિણામ ધરાવનાર જિલ્લો મોરબી- 83.22 ટકા

સૌથી ઓછું પરિણામ ધરાવનાર જિલ્લો દાહોદ- 29.44 ટકા

100 ટકા પિરણામ ધરાવતી શાળાઓની સખ્યા- 27

10 ટકા કે તેથી ઓછું પિરણામ ધરાવતી શાળાઓની સંખ્યા- 76

A1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા- 61

A2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા- 1,523

અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી- 67.8 ટકા

ગજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના પિરણામની ટકાવારી- 65.32 ટકા

A ગ્રૂપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી- 72.27 ટકા

B ગ્રૂપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી- 61.71 ટકા

AB ગ્રૂપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી- 58.62 ટકા

પ્રમાણપત્ર મેળવવાને પાત્ર (E.Q.C.) ઉમદવારોની સંખ્યા- 72,166