હડકંપ@ગાંધીનગર: નિવૃત્ત કલેક્ટરે હોદ્દા દરમ્યાન કર્યો બેફામ ભ્રષ્ટાચાર, સરકારે નોંધાવ્યો ગંભીર ગુનો

 
S K langa Collector

અટલ સમાચાર, ગાંધીનગર

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા સહિતના અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરપયોગ કરવા સહિતની કલમો હેઠળની FIR નોંધાતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ આ તમામ સામે ગાંધીનગર સેક્ટર -7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ખળભળાટ મચી ગયો છે.પ્રાથમિક વિગતો મુજબ એસ.કે.લાંગા એપ્રિલ 2018થી નવેમ્બર 2019 સુધી ગાંધીનગરના કલેક્ટર તરીકે ફરજ બજાવી છે અને તેમની સામે આરોપ લગાવાયો છે કે, તેમણે આર્થિક ફાયદા માટે પૂર્વ નિયોજીત કાવતરું રચી જમીનના ખોટા હુકમો કર્યા છે. 

ગાંધીનગર કલેક્ટર કચેરીના ચિટનિશ અધિકારીએ આ ફરિયાદ નોંધાવી છે. વિગતો મુજબ ફરિયાદ પ્રમાણે ફરજ સમયે ભ્રષ્ટાચાર આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે તથા ખોટા દસ્તાવેજ અને સત્તાનો દુરુપયોગનો આરોપ પણ લગાવાયો છે. સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં એસ.કે.લાંગાની અપ્રમાણસર પ્રોપર્ટીનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમની એક રાઇસ મિલમાં ભાગીદારીનો આરોપ પણ લગાવાયો છે. આવક કરતા વધુ મિલકત હોવાથી તેમની સામે એસીબી દ્વારા તપાસ કરાવવા કહેવાયું છે.

S K Langa

જાણો શું છે ફરિયાદમાં ?

સેકટર 7 માં નોંધાયેલ ફરિયાદ મુજબ તા 6+4-2018થી તા.30-9_2019દરમ્યાન નિવૃત્ત કલેક્ટર એસ.કે.લાંગાએ રાજ્ય સેવકના હોદ્દાનો દુરુપયોગ કરી પોતાના તથા જે તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી તથા પોતાના મળતીયાઓના આર્થિક ફાયદા માટે સહઅધિકારીઓ/કર્મચારીઓ તથા અરજદાર/સામાવાળાઓ સાથે મળી પૂર્વ આયોજીત કાવતરું રચી જમીનના ખોટા એન.એ. હુકમો કરી સરકારમાં ભરવાનું થતું પ્રિમીયમ નહી ભરાવી સરકારને આર્થિક નુકશાન કર્યું હતુ. આ સાથે બીનખેડુતને ખેડુત તરીકે દર્શાવી તેમજ નવી શરતની જમીન જુની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઉભા કર્યા હતા. ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી નિવૃત થયા પછી પણ એસ.કે લાંગાએ દસ્તાવેજો/ હુકમમાં સહી કરી પોતે હોદ્દા ઉપર ના હોવા છતાં ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા. આટલુ જ નહિ ખોટા હૂકમો જુની તારીખમાં કરી તેનો અમલ બતાવી ખરા તરીકે ઉપયોગ કરી પોતે તથા પોતાના મળતીયાઓએ મોટો આર્થિક ફાયદો મેળવી પોતાના તથા પોતાના પરીવારના સભ્યોના નામે અપ્રમાણસર મિલકત વસાવી, ભાગીદારીમા રાઇસ મીલ ચલાવી પોતાની સરકારી ફરજ દરમ્યાન ભષ્ટાચાર કર્યો હતો.

આ સાથે નિવૃત્ત કલેક્ટર એસ.કે.લાંગાએ સરકારી હિત વિરુધ્ધ ખાનગી વ્યક્તિઓની તરફેણ કરી નિર્ણયો લીધા હતા. સમગ્ર બાબતે આઇએએસ વિનય વ્યાસાના તપાસ રિપોર્ટ આધારે સામે આવ્યું કે, સરકારને નાણાંકીય નુકશાન કરી ખોટા નિર્ણયો માટે નિવૃત્ત કલેક્ટર એસ.કે લાંગા અને મળતિયાને જવાબદાર ગણ્યા છે.

આ બાબતના કેટલાક મુદ્દા જોઇએ.

કલેકટરના મેળાપીપણામા તત્કાલીન ચીટનીશ અને આર.એ.સી. દ્વારા સાથ આપવામા માટે તેમના સામે પગલા લેવા સુચન છે.

લાંગા સામે એફ.આઇ.આર. કરી ધરપકડ થાય અને જામીન ના મળે તેવા પ્રયાસ કરવા જરૂરી છે. 

લાંગા દ્વારા ગાંધીનગર જીલ્લામા ખોટી રીતે સાબરમતી નદીમા રેતીની લીઝો અને બંધુકના પરવાના આપેલ છે. આ બાબતની તપાસ થવા સુચન થયું છે.

નિવૃત્ત કલેક્ટર લાંગાના કથીત ભાગીદાર બળવંત કે જેઓ અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકાના ઢેઢાળ ગામના વતની છે. તેમની બાવળામા રાઇસ મીલ છે અને નિવૃત્ત કલેક્ટર લાંગાની તેમાં ભાગીદારી પણ છે.

સાણંદમા તેમના પરીવારના નામે ફાર્મ હાઉસ, બોપલમાં સ્કાયસીટીમા બંગ્લોઝ અને ચાર દુકાનો છે. આ સિવાય તેમની પાસે તેમના તથા કુંટુંબના સભ્યોની‌ બેનામી મિલકતો હોવાનુ ધ્યાને આવેલ છે. આથી આવક કરતા વધુ મિલકતો બદલ એસીબી દ્વારા તપાસ કરાવવા પણ સરકારમાં વિનંતી બતાવી છે.

આ સાથે તા.14/9/2022ના રોજ કમિશ્નર, લેન્ડ ડીપાર્ટમેન્ટ દ્વારા મોજે. મુલસણા તા.કલોલ જી. ગાંધીનગરના ધરતી સામુદાયીક ખેતમંડળી બાબતે કલેક્ટરના હુકમને જી.આર.ટીમા પડકારેલ અને મહેસુલ પંચનો ચુકાદો સરકાર વિરુધ્ધનો હોય તે પડકારવા દરખાસ્ત કરી છે. આ બાબતની કાર્યવાહી થઈ નથી તેથી સત્વરે મહેસુલ વિભાગને સુચના આપવા વિનંતી કરી છે.