આનંદો@સાબરકાંઠા: 2 જિલ્લાના પશુપાલકોને સાબરડેરીની મોટી ભેટ, દૂધના ખરીદ ભાવમાં વધારો
Updated: Jan 28, 2024, 14:43 IST
અટલ સમાચાર, ડેસ્ક
સાબરડેરીએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને મોટી ભેટ આપતા ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. ભેંસના દૂધમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો, તો ગાયના દૂધમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દુધનો કિલો ફેટનો ભાવ 840 હતો, જેમાં 10 રૂપિયાનો વધારો કરી કુલ 850 ભાવ કરવામાં આવ્યો છે. આગામી 1 ફેબ્રુઆરીના રોજથી વધારેલો ભાવ અમલમાં મુકાશે. સાબરડેરીએ ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં વધારો કરતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોમાં આનંદ છવાયો છે.