ગંભીર@સાબરકાંઠા: જિલ્લા પંચાયત અને રિક્ષાકાંડ, 62 લાખના ટેન્ડરમાં ઓનલાઇન સેટિંગ્સ, આ રહ્યા પુરાવા

 
Sabarkantha

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સાબરકાંઠા જિલ્લા પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સીના રિક્ષા ખરીદીના ટેન્ડરમાં જે થયું તેનો પૂરો ઘટનાક્રમ રજૂ કરી રહ્યાં છીએ. ઓનલાઇન GEM પોર્ટલ ઉપર આવેલી અનેક કંપનીઓની ટેકનિકલ ચકાસણી બાદ હરીફાઈમાં માત્ર 3 જ કંપનીઓ રહી. હવે આ 3 પેઢીઓ એક જ છે અને હરીફાઈ જેવું નથી, માત્ર દેખાડો છે અને સરકાર પાસેથી મનસ્વી ભાવે રિક્ષા વેચશે. આવી વિગતો ડીડીઓને મળી. આ પછી ડીડીઓ બોલ્યા રદ્દ થશે. જોકે ગણતરીના દિવસોમાં ત્રણ પૈકીની એક પેઢીને 62 લાખનું ટેન્ડર આપી દીધું. હવે આ ત્રણ પેઢી એક જ છે તેનો પુરાવો પણ છે. ઓનલાઇન પોર્ટલમાં બતાવે છે કે, એ નામ અને તેનું બ્રાન્ડ નામ જુઓ, આ સિવાય ત્રીજી કંપનીનું નામ તો બ્રાન્ડ વાળું જ નામ છે. આથી ભાવો ઓફર કરવામાં કોઈ હરીફાઈ જ ના થઈ અને સેટિંગ્સ કાંડમાં આખરે ભાગબટાઇનો રિક્ષા કાંડ થઈ ગયો. વાંચો અને સમજો કેવી રીતે સરકારને ઉંચા ભાવે માલ આપી અને અપાવી શકાય તેનો સ્પેશ્યલ રીપોર્ટ.

હિંમતનગર સ્થિત સાબરકાંઠા જિલ્લા પંચાયત અને સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ગત દિવસે ગ્રામ પંચાયતો માટે 25 ઈ રિક્ષા ખરીદવા ટેન્ડર કર્યું હતુ. જેમાં અનેક કંપનીઓએ ભાગ લીધો પરંતુ નિયામક પાટીદાર અને તેમની ટીમે ટેકનિકલ તપાસમાં માત્ર 3 કંપનીઓ રાખી અને આ 3 કંપનીઓને કહ્યું કે, તમે ભાવ ઓફર કરો. હવે આ 3 કંપનીઓ એક જ હોય તો ક્યારેય સાચી હરીફાઈ થાય ? ત્રણેય એક જ હોય તો મિલીભગતથી ભાવ ઓફર કરે એ પણ સ્વીકારવું પડે. હવે આ બાબત ડીડીઓ વોરાને જણાવી તો બોલ્યા કે, ટેન્ડર રદ્દ થશે. જોકે અસલી ખેલ અહિંથી શરૂ થાય છે. નીચે વાંચો ચોંકાવનારી ચાલાકી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેન્ડરના નિયમો અને સરકારની પારદર્શકતા તેમજ સરકારને નાણાંકીય બચાવ કરાવવા જો ટેકનિકલ ચકાસણી બાદ એક જ કંપની રહે અથવા હરીફ કંપનીઓ હકીકતમાં એક જ હોય તો ટેન્ડર રદ્દ થાય. કેમ કે ટેન્ડર હકીકતમાં તો તંદુરસ્ત હરીફાઈ કરાવવા તેમજ સરકારને નીચામાં નીચા ભાવે ખરીદી થાય એટલાં માટે છે. હવે સાબરકાંઠા જિલ્લા પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સીના ટેન્ડરમાં થયું એવું કે, ટેકનિકલ ચકાસણી બાદ હરીફાઈમાં જે ત્રણ કંપની રહી તેમાં એક ખુશ્બુ ઓટો, બીજી અતુલ ઓટો અને ત્રીજી અતુલ ગ્રીન. હવે બે નામ અતુલ વાળા એટલે એવું લાગે કે, ત્રીજી કંપની ખુશ્બુ ઓટો અલગ કંપની છે. પરંતુ ના ખુશ્બુ ઓટો પણ અતુલની, કેમ કે સરકારના પોર્ટલમાં જ બતાવે છે કે, ખુશ્બુ ઓટો આખરે અતુલ બ્રાન્ડ જ છે. એટલે સીધું સાબિત થાય છે કે, ફાયનાન્સિલ વખતે કોઈ હરીફાઈ નહોતી માત્ર દેખાડો જ હતો.

ભાવ ઓફર કર્યા એના ઉપરથી પણ તમે જાણી શકશો.

હવે દેખાડા પૂરતી હરીફાઈમાં જે ત્રણ કંપનીઓ બતાવી તે ત્રણેય કંપનીએ એક ઈ રિક્ષાના કેટલા ભાવ ઓફર કર્યા એ જાણો તો પણ ઘટસ્ફોટ થાય છે. ત્રણેય વચ્ચે માત્ર નજીવી રકમનો ફેરફાર છે, હવે આ ત્રણેય કંપનીને બ્રહ્મ જ્ઞાન ક્યાંથી આવ્યું કે, નજીવો ફેરફાર રાખી ભાવ ઓફર કરવાનો છે. ત્રણેય કંપની વચ્ચે સરેરાશ 10થી 15 હજારનો ભાવ ફેર છે.

આ સિવાય પણ સૌથી મોટો પુરાવો.

હવે એક વાત સનાતન સત્ય છે કે, તમારે એક ઈ રિક્ષા લેવી હોય તો ભાવ એ રીતે હોય અને હોલસેલમાં લેવી હોય તો ભાવ અલગ હોય. અહીં ખુશ્બુ ઓટો વાળાએ એક ઈ રિક્ષાના સરેરાશ 2લાખ 48 હજાર ભાવ આપ્યા, હવે તમે સેમ ટુ સેમ આ સ્પેશિફિકેશન વાળી ઈ રિક્ષા ખરીદવા જાઓ તો પણ ખબર પડી જશે.