મેઘમહેર@સાબરકાંઠા: ઈડરમાં સાબરમતી નદી બે કાંઠે, ગુહાઈ જળાશયમાં 5900 કયુસેક પાણીની આવક

સાબરકાંઠા સર્વત્ર મેઘમહેરથી જળાશયો છલકાયાં, હરણાવ નદી અને ઈડરમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ
 
Sabarkantha

અટલ સમાચાર, ડેસ્ક 

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝનમાં પહેલીવાર ભારે ગાજવીજ સાથે સર્વત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં 6 ઇંચ સને સૌથી ઓછો તલોદ અને પોશીનામાં પોણો ઇંચ વરસાદ નોધાયો છે. તો ખેડબ્રહ્મામાં વરસાદને લઈને હરણાવ નદી અને ઈડરમાં સાબરમતી નદી બે કાંઠે થઈ છે. તો હિંમતનગરની હાથમતી નદીમાં પણ પાણીની આવક થઇ છે. જ્યારે ગુહાઈ જળાશયમાં 5900 કયુસેક પાણીની આવક ચાલી રહી છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. 2 કલાકમાં 5 ઇંચ અને 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈને ખેડબ્રહ્મામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ખેડબ્રહ્માથી 3 કિમી દુર આવેલ વાસણા ગામ પાણમાં તરબતર થયું હતું. તો રાત્રી દરમિયાન ખેડબ્રહ્મામાં વરસાદ અને વીજળીના કડાકા થવાને લઈને વીજપ્રવાહ બંધ થયો હતો. જે વહેલી સવારે પૂર્વવત થયો હતો.
Sanarkantha
આ તરફ વિજયનગરના હરણાવ જળાશયમાં પાણીની આવકને લઈને 150 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આમ વરસાદી પાણી અને જળાશયના પાણીને લઈને હરણાવ નદી બે કાંઠે વહી રહી છે. તો હિમતનગરની હાથમતી નદીમાં પાણી આવ્યું છે. તો મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઇવે રોડ પર પાણી ભરાયા છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ઇડરમાં 54 મિમી, ખેડબ્રહ્મામામાં 155 મિમી, તલોદમાં 20 મિમી, પ્રાંતિજમાં 34 મિમી, પોશીનામાં 21 મિમી, વડાલીમાં 47 મિમી, વિજયનગરમાં 65 મિમી અને હિંમતનગરમાં 31 મિમી વરસાદ નોધાયો છે. ચોમાસાની સીઝનનો જીલ્લામાં સરેરાશ 125 ટકા વરસાદ થયો છે. તો 8 તાલુકામાં સૌથી વધુ વડાલી તાલુકામાં 144 ટકા થયો છે. અને જો સૌથી ઓછા વરસાદની વાત કરીએ તો પ્રાંતિજ તાલુકામાં 83 ટકા વરસાદ નોંધાયો છે. સરેરાશ વરસાદની વાત કરીએ તો ઇડરમાં 138 ટકા, ખેડબ્રહ્મા 134 ટકા, તલોદમાં 85 ટકા, પોશીના 141 ટકા, વિજયનગર 137 ટકા અને હિંમતનગરમાં 140 ટકા વરસાદ થયો છે. જીલ્લામાં 24 કલાકમાં રાત્રી દરમિયાન સર્વત્ર વરસાદ વરસવાને લઈને ગુહાઈ જળાશયમાં પાણી આવક 5970 ક્યુસેક ચાલી રહી છે. જેને લઈને ગુહાઈ જળાશય 88 ટકા ભરાયો છે. 24 કલાકમાં જળાશયમાં 3 ટકાનો વધારો થયો છે.
જિલ્લાના જળાશયોમાં પાણીની આવક
100 ટકા ભરાયેલ હાથમતીમાં 1430 કયુસેક પાણીની આવક અને તેની સામે 1430 કયુસેક પાણીની જાવક નોંધાઈ છે, 100 ટકા ભરાયેલ હરણાવમાં 100 કયુસેક પાણીની આવક અને 100 કયુસેક પાણીની જાવક, 70 ટકા ભરાયેલ ખેડવામાં 220 કયુસેક પાણીની આવક અને 220 કયુસેક પાણીની જાવક, 96.99 ટકા ભરાયેલ જવાનપુરા બેરેજમાં 366 કયુસેક પાણીની આવક અને 366 કયુસેક પાણીની જાવક નોધાઇ છે. ધરોઈમાંથી 31,878 કયુસેક પાણી છોડાયું છે. ઇડરના સપ્તેશ્વર મહાદેવ પાસેની હાથમતી નદીમાં પાણી આવતા મંદિરનો ગર્ભગૃહ બીજીવાર પાણીમાં ગરકાવ થયો છે. તો સાબરમતી નદી બે કાંઠે થઇ છે