હિંમતનગરઃ ખેતરમાં દાટેલ જીવીત નવજાત શિશુ મળી આવતાં ભારે ચકચાર મચી

બાળક જન્મ્યા પછી તેની નાડ પણ કાપવામાં આવી નથી અને જન્મ પછી તરત જ તેને જમીનમાં દાટી દીધું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 
 
નવજાત શિશુ

અટલ સમાચાર, ડેસ્ક


હિંમતનગરના ગાંભોઇ GEB પાસેના ખેતરમાં દાટેલ જીવીત નવજાત શિશુ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. ખેતરમાં દાટેલા નવજાત શિશુના પગ હલતા જોઈ પોલીસને જાણ કરી. GEB કર્મચારીઓએ ખેતરમાં પહોંચી દાટેલ નવજાત શિશુ બહાર કાઢ્યું. નવજાત શિશુ જીવિત નીકળતા સારવાર અર્થે ખસેડાયુ. બાળક જન્મ્યા પછી તેની નાડ પણ કાપવામાં આવી નથી અને જન્મ પછી તરત જ તેને જમીનમાં દાટી દીધું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

નવજાત શિશુ ને ૧૦૮ માં ગાંભોઇ સરકારી દવાખાને લઇ ગયા. ગાંભોઈ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યું. ગાંભોઈ પોલિસે ઘટના સ્થળે પોહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ નવજાત શિશુને અહીં કોણ દાટીને જતું રહ્યું અને તેની પાછળનું કારણ શું છે, તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. જોકે, પોલીસ તપાસ પછી તમામ સવાલોના જવાબ મળી શકે છે.