સાબરકાંઠાઃ પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલ માટે વાહનોની લાંબી લાઇનો લાગી, જાણો વધુ

આ દરમિયાન અનેક પેટ્રોલ પંપો પર વાહન ચાલકોને પૂરતું પેટ્રોલ નહીં મળતું હોવાની ફરિયાદ ઉઠી છે. પેટ્રોલ પંપના માલિકોનું કહેવું હતું કે મર્યાદિત જથ્થો હોવાથી વાહન ચાલકોને ઓછું પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે.
 
pump

અટલ સમાચાર, ડેસ્ક


છેલ્લા ચાર દિવસથી રાજ્યના વિવિધ શહેરોમાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ ની જથ્થો ન હોવાની ફરિયાદો  મળી રહી છે. ખાસ કરીને સરહદીય જિલ્લાઓમાં પેટ્રોલ પંપ પર લાઈને લાગતી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં પણ એક દિવસ પહેલા અમુક પેટ્રોલ પંપો પર જથ્થો ન હોવાની ફરિયાદો થઈ હતી. બીજી તરફ હાલ વાવણીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં ડીઝલની જરૂરિયાત રહેતી હોય છે. ખેડૂતો પણ અનેક જગ્યાએ ડીઝલ માટે લાઇનમાં લાગ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બીજી તરફ એવી વાત સામે આવી રહી છે કે પેટ્રોલ-ડીઝલનો જથ્થો પર્યાપ્ત છે પરંતુ કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે. આ તમામ સમાચાર વચ્ચે ખેડામાંથી ગેરકાયદે પેટ્રોલ અને ડીઝલનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે પોલીસે પાંચ આરોપીની પણ અટકાયત કરી છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
ગુરુવારે સાંજે સાબરકાંઠામાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલ માટે લાઇનો લાગી હતી. પેટ્રોલ અને ડીઝલ માટે વાહન ચાલકોએ લાંબી લાઈનો લગાવી હતી. અમુક જગ્યાએ કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી.આ દરમિયાન અનેક પેટ્રોલ પંપો પર વાહન ચાલકોને પૂરતું પેટ્રોલ નહીં મળતું હોવાની ફરિયાદ ઉઠી છે. પેટ્રોલ પંપના માલિકોનું કહેવું હતું કે મર્યાદિત જથ્થો હોવાથી વાહન ચાલકોને ઓછું પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે.

હિંમતનગરની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહન ચાલકોએ લાંબી લાઈનો લગાવી હતી. બીજી તરફ ચોમાસું પાકમાં વાવણી માટે ડીઝલની જરૂરિયાત હોવાથી ખેડૂતોએ પણ પેટ્રોલ પંપો પર ધામા નાખ્યા હતા.ગેરકાયદે જથ્થો ઝડપાયો: પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે ખેડામાંથી પેટ્રોલ-ડીઝલની ગેરકાયદે જથ્થો ઝડપાયો છે. અમદાવાદ-વડોદરા હાઇવે પર હરિયાળી ગામ પાસેથી પોલીસે પેટ્રોલ-અને ડીઝલની જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં 70 લીટર પેટ્રોલ અને 12 હજાર લીટર ડીઝલ મળી આવ્યું છે.
પોલીસે 11 લાખ રૂપિયાનું ગેરકાયદે ઇંધણ ઝડપી પાડ્યું છે. આ સાથે પોલીસે પાંચ આરોપીની પણ ધરપકડ કરી છે. પેટ્રોલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવતો હતો તેની તપાસ ચાલી રહી છે.