ધાર્મિક: ગુરૂપૂર્ણિમાએ યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર, જાણો વધુ ​​​​​​​

 
 શામજીળા મંદિર

અટલ સમાચાર, ડેસ્ક 

યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરે અષાઢ સુદ પૂનમે ગુરુપૂર્ણિમાએ તા. 13 જુલાઇ અને બુધવારે ઠાકોરજીના દર્શન યાત્રાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં કરી શકે તે માટે વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન કરાયું છે. સાથે સાથે સમયને ધ્યાનમાં રાખીને ભગવાન શામળિયાના દર્શન માટે મંદિરના દ્વાર ખોલવાથી માંડીને મંગલમય દ્વાર બંધ થવા સુધી નો સમય પણ જાહેર કરાયો છે.

ભગવાન શામળિયાના દર્શનનો સમય આ મુજબ રહેશે
મંદિરે ખુલશે સવારે 6
મંગળા આરતી 6.45
શણગાર આરતી સવારે 8.30
મંદિર બંધ થશે(રાજભોગ ધરાવાશે)સવારે 11.30
મંદિર ખુલશે (રાજભોગ આરતી)બપોરે 12.15 કલાકે
મંદિર બંધ થશે(ઠાકોરજી પોઢી જશે) 12.30 કલાકે
ઉત્થાપન (મંદિર ખુલશે) બપોરે 2.15 કલાકે
સંધ્યા આરતી સાંજે 7.15 કલાકે
શયન આરતી સાંજે 8.15 કલાકે મંદિર મંગલ (બંધ)રાત્રે 8.30