સાબરકાંઠાઃ 28મી જૂલાઇએ પ્રધાનમંત્રી મોદી રૂ.1130 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે

SPGએ પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમના રૂટનું નિરીક્ષણ કરીને બેઠક યોજી પ્રોટોકોલ મુજબની પોલીસને કામગીરી કરવા સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
 
Pm-Modi-

અટલ સમાચાર, ડેસ્ક

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની જીવાદોરી સાબરડેરીના રૂ.1130 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત 28મી જુલાઈ 2022ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થનાર છે. જેને લઈને જિલ્લાના પ્રભારી અને મંત્રી કુબેરભાઈ ડીંડોર અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હિંમતનગરના સાબરડેરીથી તલોદ રોડ પર આવેલ ગઢોડા ખાતે યોજાનાર સભાસ્થળ, હેલીપેડ અને સાબરડેરી ખાતે મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને કાર્યક્રમના સુચારું આયોજન અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

પ્રભારીમંત્રી કુબેરભાઈ ડીડોરએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા દૂધ ઉત્પાદક સહકારી સંઘ સાબરડેરીના ડિરેકટરો, ચેરમેનો વગેરેમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી હતી. અહીં યોજાનાર કાર્યક્ર્મના સ્થળની મુલાકાત પંડાલ, સભાસ્થળ તેમજ પાર્કિંગ અને બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જરૂરી સુચના આપીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ ખેડૂતોની આવક બમણી કરવા અને સહકાર વિભાગની રચના કરીને તેની જવાબદારી આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહને જવાબદારી સોંપી છે. SPGએ પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમના રૂટનું નિરીક્ષણ કરીને બેઠક યોજી પ્રોટોકોલ મુજબની પોલીસને કામગીરી કરવા સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.


સાબરડેરી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, રૂ. 305 કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ અને સભાસ્થળેથી રૂ. 125 કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચયુલ લોકાપર્ણ કરાશે. આ ઉપરાંત સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમની સાથે સાથે પ્રધાનમંત્રી જિલ્લાની પ્રગતિશીલ અંદાજે 10 મહિલા ખેડૂતો તેમજ આદિવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે સભાસ્થળે અથવા લોકાર્પણ કર્યા બાદ સાબરડેરીમાં મુલાકાત કરશે.