સાબરકાંઠાઃ રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજે 10 ટકા અનામત રદ્દ કરી 27 ટકા કરવાની માંગ સાથ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

અસમાચાર, ડેસ્ક ટલ
સાબરકાંઠા રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ ધ્વારા ગ્રામ પંચાયતની ચુંટણીઓને લઈને અધિક ચીટનીસને આવેદનપત્ર આપી ઓબીસી અનામત નાબુદ કરવાની માંગણી કરી છે સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચુંટણીઓમાં ઓબીસી સમાજની 10 ટકા અનામત રદ કરી 27 ટકા અનામતની માંગ સાથે સાબરકાંઠા જીલ્લા કલેકટરને સંબોધન કરી જીલ્લા રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ચીટનીસને આપેલ આવેદનપત્રમાં માગ કરી હતી. આ અંગે રોયલ ઠાકોર ક્ષત્રિય સમાજના ગોપાલસિંહ રાઠોડ,જગતસિંહ પરમાર, અજયસિંહ પરમાર,હીરસિંહ પરમાર, જેઠાભાઈ પરમારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં થયેલ પીટીશન અંગે 19 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામતનું પ્રમાણ, બેઠકોનો પ્રકાર, રોટેશન વગેરે માટે એક કમીશન રચી વસ્તીના આધારે માપદંડો નક્કી કરવા આદેશ કર્યો હતો.
આદેશ હોવા છતાં રાજ્ય સરકારે વસ્તીને આધારે માપદંડો નક્કી કરવાને બદલે છ મહિના જેટલો સમય પસાર કર્યા બાદ કમીશનની રચના કરી હતી. પરંતુ બહુ મોડી રચના કરી છે તો કમિશને સુચન અને અભિપ્રાય મંગાવ્યા છે. તો આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. તો રાજ્યમાં ઓબીસી સમાજની અંદાજે ૫૨ ટકા જેટલી વસ્તી છે, જેને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં 27 ટકા અનામતની માંગ કરી છે. જો કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજે અગામી દિવસમાં ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.