સાબરકાંઠાઃ ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવક-યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી
સુસાઇડ

અટલ સમાચાર, ડેસ્ક

સાબરકાંઠાના તલોદ તાલુકામાં બે લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાવળના ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં બે લાશ મળી આવી હતી. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બંને મૃતદેહને ઝાડ પરથી ઉતારી પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ભમરેચીના મુવાડા ગામની સીમામાં ઝાડ પર લટકતી બે લાશ મળી આવી હતી. બાવળના ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં બે લાશ મળી આવતા આસપાસના લોકો સ્થળ ટોળે વળ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

   અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો 

પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બંને લાશને ઝાડ પરથી ઉતારવાની કામગીરી હાથ ધરી હતી અને 108 ની મદદથી બંને મૃતદહેને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા. જો કે, આ યુવક અને યુવતી કોણ છે અને તેમનું કયા કારણોસર મોત થયું તે અંગે તલોદ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને યુવક અને યુવતીની એક સાથે ઝાડ પર લટકી લાશ મળી આવતા પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો મામલો નોંધી બંનેના આત્મહત્યા કરવા પાછળ શું કારણ હતું તે અંગે તપાસ કરી રહી છે.