સાબરકાંઠાઃ માલિકના સામે જ કાર ભડભડ સળગી ગઈ, જાનહાનિ ટળી

જેને લઈને કાર માલિકે બહાર નીકળી ફાયરને જાણ કરી હતી, પરંતુ ફાયર આવતા પહેલા આગમાં લપેટાયેલી કાર નજર સામે સળગી ગઈ હતી.
 
સાબરકાઠા

અટલ સમાચાર, ડેસ્ક

ચોમાસામા પણ કારમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ભર ઉનાળામા કાર અને બાઇકમા આગ લાગે તો કંઇ નવાઇ નહી પરંતુ આતો ચોમાસામાં પણ આગ લાગતા બનાવ સામે આવી રહ્યા છે. સાબરકાંઠા જીલ્લાના હિમતનગરના દલપુર પાસે રવિવારે રાત્રે કારમાં અચાનક આગ લાગી હતી. જેને લઈને કાર માલિકે બહાર નીકળી ફાયરને જાણ કરી હતી, પરંતુ ફાયર આવતા પહેલા આગમાં લપેટાયેલી કાર નજર સામે સળગી ગઈ હતી.
  

પ્રાંતિજના નાનાનપુર ગામના બીરેનકુમાર રસિકભાઈ પટેલ જે હિમતનગરની સાબરડેરીમાં નોકરી કરે છે. રવિવારે રાત્રે સાબરડેરીમાંથી નોકરી પૂરી થતા 12 વાગે સાબરડેરીથી પોતાની આઈટેન કાર લઇ ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે દલપુર પાસે અચાનક કારમાં ધુમાડા નીકળતા જોઈ બિરેનભાઈ કાર બહાર નીકળી ગયા હતા. તો જોત જોતામાં શોટ સર્કીટના કારણે નીકળતા ધુમાડા બાદ આગ લાગતા કાર આગમાં લપેટાઈ ગઈ હતી. બીજી તરફ બહાર નીકળી જતા બિરેનભાઈનો બચાવ થયો હતો તેમને ફાયર વિભાગને જાણ કરી હતી.પરંતુ ફાયરને આવતા સમય લાગ્યો હતો દરમિયાન વિકરાળ આગમાં કાર નજર સામે જ ખાખ થઇ ગઈ હતી.