અકસ્માત@પ્રાંતિજ: અજાણ્યાં વાહનની ટક્કરે કામદારને ગંભીર ઇજાઓ, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, પ્રાંતિજ પ્રાંતિજ તાલુકાના ગામે મમરાની ફેક્ટરી આગળ જ કામદાર યુવકને અજાણ્યાં વાહને ટક્કર મારતાં સારવાર વચ્ચે મોત થયુ છે. ગઇકાલે રાત્રિના સમયે મમરાની ફેક્ટરીની આગળ જ અજાણ્યાં વાહનનો ચાલક યુવકને ટક્કર મારી નાસી છુટ્યો હતો. જે બાદમાં યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે ગંભીર પ્રકારની ઇજાઓને કારણે યુવકનું
 
અકસ્માત@પ્રાંતિજ: અજાણ્યાં વાહનની ટક્કરે કામદારને ગંભીર ઇજાઓ, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, પ્રાંતિજ

પ્રાંતિજ તાલુકાના ગામે મમરાની ફેક્ટરી આગળ જ કામદાર યુવકને અજાણ્યાં વાહને ટક્કર મારતાં સારવાર વચ્ચે મોત થયુ છે. ગઇકાલે રાત્રિના સમયે મમરાની ફેક્ટરીની આગળ જ અજાણ્યાં વાહનનો ચાલક યુવકને ટક્કર મારી નાસી છુટ્યો હતો. જે બાદમાં યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે ગંભીર પ્રકારની ઇજાઓને કારણે યુવકનું સારવાર વચ્ચે મોત થયુ છે. સમગ્ર મામલે પ્રાંતિજ પોલીસે અજાણ્યાં વાહનચાલક સામે પોલીસ ફરીયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજમાં માર્ગ અકસ્માતની ઘટનામાં યુવકનું સારવાર વચ્ચે મોત થયુ છે. પ્રાંતિજના જુના રસુલપુરા ગામે માહી મમરાની ફેક્ટરીમાં નોકરી કરતાં બિરેન્દ્ર હરીશચંદ્ર શહનીને રાત્રે અકસ્માત નડ્યો હતો. જેમાં રાત્રીના સમયે અજાણ્યો વાહનચાલક યુવકને ટક્કર મારી નાસી છુટ્યો હોવાનું સામે આવ્યુ છે. ઘટના બાદ સ્થાનિકો અને ફેક્ટરીના કામદારો દ્રારા તાત્કાલિક અસરથી 108માં યુવકને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જોકે ગંભીર ઇજાઓને કારણે ગણતરીની મીનિટોમાં સારવાર વચ્ચે તેમનું મોત થયુ હતુ.

અકસ્માત@પ્રાંતિજ: અજાણ્યાં વાહનની ટક્કરે કામદારને ગંભીર ઇજાઓ, સારવાર દરમ્યાન મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાબરકાંઠા જીલ્લામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થયુ છે. મૂળ ઉત્તરપ્રદેશના કનોજ જીલ્લાના જશોરા ગામના બિરેન્દ્ર હરીશચંદ્ર શહની હાલ માહી મમરાની ફેક્ટરીમાં નોકરી કરતાં હતા. જોકે ગઇકાલે અજાણ્યાં વાહને તેમને ટક્કર મારતાં પીઠ અને પેટના ભાગે અને ડાબી સાઇડે કમરથી નીચે પગના ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર દરમ્યાન તેમનું મોત થયુ છે. સમગ્ર મામલે કુલદિપસિંહ બાથમે અજાણ્યાં વાહનચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પ્રાંતિજ પોલીસે અજાણ્યાં વાહન ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.