ભિલોડાઃ સ્કોર્પિઓમાંથી 1.68 લાખનો વિદેશી દારૂ ઝડપાયો: બુટલેગર ફરાર

અટલ સમાચાર,ભિલોડા ભિલોડાના કમઠાડીયા ગામની સીમમાંથી સ્કોર્પિયોમાં વિદેશી દારૂ ભરી પસાર થયેલા બુટલેગર્સ નાઈટ પેટ્રોલિંગ જોઈ ગાડી રોડ પર મૂકી ફરાર થઈ જતા પોલીસે સ્કોર્પિઓ માંથી ૧.૬૮ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ભિલોડા પીએસઆઇ એસ.એચ.પરમાર અને ટીમ શુક્રવારે નાઈટ પેટ્રોલિંગમાં સ્કોર્પિઓ ગાડીમાંથી વિદેશી દારૂ અને બુટલેગર્સના મોબાઈલ નંગ-૩ પણ કબ્જે લીધા
 
ભિલોડાઃ સ્કોર્પિઓમાંથી 1.68 લાખનો વિદેશી દારૂ ઝડપાયો: બુટલેગર ફરાર

અટલ સમાચાર,ભિલોડા

ભિલોડાના કમઠાડીયા ગામની સીમમાંથી સ્કોર્પિયોમાં વિદેશી દારૂ ભરી પસાર થયેલા બુટલેગર્સ નાઈટ પેટ્રોલિંગ જોઈ ગાડી રોડ પર મૂકી ફરાર થઈ જતા પોલીસે સ્કોર્પિઓ માંથી ૧.૬૮ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભિલોડા પીએસઆઇ એસ.એચ.પરમાર અને ટીમ શુક્રવારે નાઈટ પેટ્રોલિંગમાં સ્કોર્પિઓ ગાડીમાંથી વિદેશી દારૂ અને બુટલેગર્સના મોબાઈલ નંગ-૩ પણ કબ્જે લીધા હતા. ત્યારે બુટલેગર્સ ફરાર થઈ જતા ભિલોડા પોલીસ જોતી રહી અને બુટલેગર્સ જતા રહ્યા જેવો ઘાટ સર્જાતા પોલીસતંત્રની પ્રોહીબીશનની કામગીરી અંગે અનેક પ્રશ્નાર્થ ઉભા થયા હતા.

ભિલોડા પોલીસે કમઠાડીયા ગામની સીમમાં રોડ નજીક બિનવારસી હાલતમાં પડેલી ન્યૂ બ્રાન્ડેડ સ્કોર્પિઓમાં તલાસી લેતા કાર માંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટની વિદેશી દારૂની બોટલ નંગ-360 કિં.રૂ.1,68,000 ગાડીમાંથી મળી આવેલ મોબાઈલ નંગ-૩ કિં.રૂ.1500 તથા સ્કોર્પિઓ ગાડી કિં.રૂ.8,00,000 મળી કુલ રૂપિયા.9,69,500નો મુદ્દામાલ જપ્ત કરી રફુચક્કર થનાર બે અજાણ્યા બુટલેગર્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.