બ્રેકિંગ@ઇડર: કુકડીયાનો પરિણિત યુવાન નદીમાં ડુબ્યો, શોધખોળ ચાલુ
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ઇડરના કુકડીયા નજીક ગુહાઇ નદીમાં ગુરૂવારે એક પરિણિત યુવાન ડુબી ગયો છે. યુવાન ગામના અન્ય લોકો સાથે ન્હાવા માટે પડયો હતો. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ગ્રામજનોએ ઇડર ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે સ્થળ ઉપર થઇ યુવકની શોધખોળ હાથ ધરી છે. સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના કુકડીયા
Aug 22, 2019, 16:30 IST

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
ઇડરના કુકડીયા નજીક ગુહાઇ નદીમાં ગુરૂવારે એક પરિણિત યુવાન ડુબી ગયો છે. યુવાન ગામના અન્ય લોકો સાથે ન્હાવા માટે પડયો હતો. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ગ્રામજનોએ ઇડર ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે સ્થળ ઉપર થઇ યુવકની શોધખોળ હાથ ધરી છે.
સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના કુકડીયા નજીક એક પરિણિત યુવાન નદીમાં ન્હાવા પડયો હતો. જોકે મિત્રો સાથે ન્હાવા પડેલો યુવાન ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા લોકોએ બુમાબુમ કરી હતી. જેથી ગ્રામજનોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી છે.