ગંભીર@હિંમતનગર: ગ્રાન્ટ ફાળવણીમાં 2 ડીવીઝન વચ્ચે ભેદભાવ, સમાન હેડ છતાં મોડાસા અધ્ધરતાલ
ગંભીર@હિંમતનગર: ગ્રાન્ટ ફાળવણીમાં 2 ડીવીઝન વચ્ચે ભેદભાવ, સમાન હેડ છતાં મોડાસા અધ્ધરતાલ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

હિંમતનગર સિંચાઇ સર્કલ કચેરીની વહીવટી કામગીરી બાબતે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગ્રાન્ટ ફાળવવામાં પૂર્વગ્રહના આક્ષેપ વચ્ચે અત્યંત મહત્વપૂર્ણ વિગતો મળી આવી છે. એક જ હેડ હોવા છતાં ડીવીઝનો વચ્ચે એકને ગોળ અને બીજાને ખોળ જેવી હાલત બની છે. સમાન પ્રકારના કામો કર્યા હોવા છતાં ત્રણ ડિવિઝનને 9 કરોડ ફાળવી દીધા જ્યારે મોડાસા સિંચાઇ ડીવીઝનને 1.70 જ મળ્યા છે. આ રકમ પણ ચેકડેમ રિપેર માટે ના આપી હોવાથી શું ઈરાદાપૂર્વક થઈ રહ્યું છે? તેવા સવાલો બન્યાં છે. કેમ સર્કલ ઓફિસ દ્વારા ભેદભાવ થયો તે બાબતે હવે સમજીએ.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્ટેટ સિંચાઇ વિભાગની સર્કલ ઓફિસ આવેલી છે. આ કચેરી દ્વારા ચાલું નાણાંકીય વર્ષમાં તાબા હેઠળની ડીવીઝન કચેરીઓને જળ અભિયાન અને વિભાગીય કામો કરવામા આવ્યા હતા. ચેકડેમ રિપેર સહિતના વિવિધ કામો સામે સર્કલ કચેરી દ્વારા 4 ડીવીઝનને કરોડોની ગ્રાન્ટ આપવામાં આવી છે. હવે ગ્રાન્ટ ફાળવવામાં જ પૂર્વગ્રહ કે ઈરાદાપૂર્વક અથવા સમજણ ફેર થયો હોવાનું સામે આવ્યું છે. જળ અભિયાન અને વિભાગીય કચેરીના તમામ કામોનો હેડ એક જ છે. તેમ છતાં સર્કલ કચેરીના મુખ્ય ઇજનેર કોટવાલે 3 ડીવીઝનને સરેરાશ 9 કરોડ ફાળવી દીધા છે. જ્યારે સમાન કામો છતાં મોડાસા સિંચાઇ ડીવીઝનને 1.70 કરોડ જ આપ્યા છે. હવે આ 1.70 કરોડમાં પણ ચેકડેમ રિપેર માટે એકપણ પૈસૌ આપ્યો નથી. ચારેય ડીવીઝના કામો સરખા હોવા છતાં મોડાસા સિંચાઇ ડીવીઝનને ચેકડેમ રિપેર પેટે કાણો પૈસો નહિ અને બાકીના 3 ડીવીઝનને કરોડોની ગ્રાન્ટ આપી દીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડીવીઝનો વચ્ચે ભેદભાવ થવા પાછળ ચોક્કસ કોઈ બાબતો હોઇ શકે છે. કેમ કે જળ અભિયાન અને ડીપાર્ટમેન્ટલ કામો એક સરખા અને ગ્રાન્ટનો હેડ પણ સરખો હોય તો પછી રકમ ફાળવણીમાં ભિન્નતા કેમ? ચેકડેમ રિપેર તમામ ડીવીઝને કર્યા છતાં ગ્રાન્ટ આપવામાં મોડાસા સિંચાઇને બાકાત રાખવામાં આવ્યું છે. આ તમામ બાબતો હિંમતનગર સર્કલ ઓફિસના પારદર્શક વહીવટ વિરુદ્ધ ગંભીર આશંકા વ્યક્ત કરે છે. સમગ્ર મામલે ચીફ ઈજનેર કાનાણી પાસેથી વિગતો મેળવવા પ્રયત્ન કરવા છતાં વારંવાર ફોન કટ કરી જવાબ આપવાનું ટાળી રહ્યા છે. આવી સ્થિતિમાં મોડાસા સિંચાઇ ડીવીઝન માટે દોડધામભરી નોબત આવી છે.