જવાનો પર આત્મઘાતી હુમલા બાદ ઉત્તર ગુજરાતમાં હાઇએલર્ટ, લોખંડી બંદોબસ્ત ગોઠવાયો
અટલ સમાચાર ડેસ્ક જમ્મૂ કાશ્મીરના પુલવામામાં ગુરુવારે સીરાપીએફના કાફલા પર આત્મઘાતી હુમલામાં 42 જવાનોનો શહીદ થયા છે. જેને લઇ દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. ચારો તરફ આતંકનો ખાત્મો કરી પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવા માંગ ઉઠી છે. તો બીજી તરફ દેશમાં હાઇએલર્ટ જાહેર કરાયું છે ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમાર્ગો પર નાકાબંધી કરી પોલીસ સતર્ક બની
Feb 15, 2019, 12:43 IST

અટલ સમાચાર ડેસ્ક
જમ્મૂ કાશ્મીરના પુલવામામાં ગુરુવારે સીરાપીએફના કાફલા પર આત્મઘાતી હુમલામાં 42 જવાનોનો શહીદ થયા છે. જેને લઇ દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. ચારો તરફ આતંકનો ખાત્મો કરી પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવા માંગ ઉઠી છે. તો બીજી તરફ દેશમાં હાઇએલર્ટ જાહેર કરાયું છે ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમાર્ગો પર નાકાબંધી કરી પોલીસ સતર્ક બની છે. ઉત્તર ગુજરાતમાં વિવિધ સરકારી કચેરી, કોર્ટ સહિત ભીડભાડ વાળા વિસ્તારોમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ધાર્મિક સ્થળો અને રેલવે સ્ટેશન તેમજ યાત્રાધામોમાં પણ સુરક્ષા સઘન બનાવાઇ છે. પોલીસ દ્વારા પેટ્રોલીગ પણ વધારી દેવાયુ છે. મહેસાણામાં કલેક્ટર કચેરી, કોર્ટ સહિત ભીડભાડ વાળા વિસ્તારોમાં પોલીસ ખડેપગે જોવા મળી હતી.