ખેડબ્રહ્મા: આર્ટસ અને કોર્મસ કોલેજમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે.પટેલ કોર્મસ કોલેજ ખેડબ્રહ્મા ઘ્વારા ક્ષીરજાંબા માતાના મંદિર પરિસરમાં 21 જૂન 2019ને શુક્રવારના રોજ 5માં “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના આચાર્ય એન.ડી.પટેલ, એન.એસ.એસ.વિભાગનના પોગ્રામ ઓફિસર પ્રા.ડૅા.કે.ડી.પટેલ તથા એન.સી.સી.વિભાગના પ્રા.ડી.બી.સોંદરવાએ દીપ પ્રાગટ્ય કરી યોગની શરુઆત કરાવી હતી. આ પ્રસંગે કોલેજના આચાર્ય એન.ડી.પટેલે યોગના
 
ખેડબ્રહ્મા: આર્ટસ અને કોર્મસ કોલેજમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે.પટેલ કોર્મસ કોલેજ ખેડબ્રહ્મા ઘ્વારા ક્ષીરજાંબા માતાના મંદિર પરિસરમાં 21 જૂન 2019ને શુક્રવારના રોજ 5માં “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના આચાર્ય એન.ડી.પટેલ, એન.એસ.એસ.વિભાગનના પોગ્રામ ઓફિસર પ્રા.ડૅા.કે.ડી.પટેલ તથા એન.સી.સી.વિભાગના પ્રા.ડી.બી.સોંદરવાએ દીપ પ્રાગટ્ય કરી યોગની શરુઆત કરાવી હતી. આ પ્રસંગે કોલેજના આચાર્ય એન.ડી.પટેલે યોગના મહત્વ વિશે સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો,નોનટીચિગ સ્ટાફ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.