સાબરકાંઠાઃ ગામ લોકોએ રસ્તા પર સુઇ ચક્કાજામ કર્યો, જાણો કેમ

અટલ સમાચાર, સાબરકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં સમયાંતરે નેશનલ હાઈવેને અડીને આવેલા ગામડાના લોકો અંડરબ્રિજ અને અંડરપાસને લઈને ચક્કાજામ કરે છે. આજે વધુ એક ચક્કાજામ હિંમતનગરના સરવણામાં લોકોએ કર્યો હતો. બોર્ડમાં લોકોએ લખાણ કર્યું હતું કે, સરવણા ગામના લોકોની સલામતી, શ્રીજલારામ અન્નક્ષેત્રના ભક્તોની સલામતી અને ખેડૂતોની સલામતી માટે અંડર પાસ આપો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
સાબરકાંઠાઃ ગામ લોકોએ રસ્તા પર સુઇ ચક્કાજામ કર્યો, જાણો કેમ

અટલ સમાચાર, સાબરકાંઠા

સાબરકાંઠા અને અરવલ્લીમાં સમયાંતરે નેશનલ હાઈવેને અડીને આવેલા ગામડાના લોકો અંડરબ્રિજ અને અંડરપાસને લઈને ચક્કાજામ કરે છે. આજે વધુ એક ચક્કાજામ હિંમતનગરના સરવણામાં લોકોએ કર્યો હતો. બોર્ડમાં લોકોએ લખાણ કર્યું હતું કે, સરવણા ગામના લોકોની સલામતી, શ્રીજલારામ અન્નક્ષેત્રના ભક્તોની સલામતી અને ખેડૂતોની સલામતી માટે અંડર પાસ આપો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહારાષ્ટ્રથી દિલ્હી વાયા ગુજરાત, રાજસ્થાન પરથી પસાર થતા નેશનલ હાઈવે 8 પર હાલ સિક્સ લેન કામગીરી ચાલી રહી છે. ત્યારે સરવણા ગામના લોકોએ બળદગાડા વચ્ચે આડા મૂકીને, મહિલાઓ અને પુરૂષો રોડ પર બેસીને ચક્કાજામ કર્યો હતો. ગામલોકો ઓથોરિટી પાસે અંડરપાસની માગ કરી રહ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હિંમતનગરના સરવણા ખેડૂતોની સલામતી માટે અંડર પાસની માંગણી કરી છે. ગામના લોકોએ રોડ ઉપર સુઇ જઇને રસ્તો રોક્યો હતો. રસ્તા ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના લીધે વાહનચાલકોનો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ આંદોલનમાં મહિલાઓ અને પુરૂષો સાથે મળીને રોડ ઉપર આવીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો.