સાબરકાંઠાઃ વડાલીના ફુદેડાની પરિણીતાએ બે બાળકીઓ સાથે કુવામાં ઝંપલાવ્યું
અટલ સમાચાર, હિંમતનગર સાબરકાંઠા જીલ્લાના વડાલીના ફુદેડા ગામની પરિણીતાએ બે માસૂમ બાળકીઓ સાથે આત્મહત્યા કરવાની ઘટના બની છે. પરિણીતાએ બે બાળકીઓ સાથે કૂવામાં પડીને જીવન ટૂંકાવ્યું છે. પરિણીતાના સાસરી પક્ષ ત્રાસ આપતા હોવાથી પરિણીતાએ બે બાળકીઓ સાથે જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ફુદેડા ગામમાં માતા બે માસુમ બાળકીઓને લઇને કૂવામાં ઝંપલાવ્યું
Jun 1, 2019, 16:52 IST

અટલ સમાચાર, હિંમતનગર
સાબરકાંઠા જીલ્લાના વડાલીના ફુદેડા ગામની પરિણીતાએ બે માસૂમ બાળકીઓ સાથે આત્મહત્યા કરવાની ઘટના બની છે. પરિણીતાએ બે બાળકીઓ સાથે કૂવામાં પડીને જીવન ટૂંકાવ્યું છે. પરિણીતાના સાસરી પક્ષ ત્રાસ આપતા હોવાથી પરિણીતાએ બે બાળકીઓ સાથે જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું છે.
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ફુદેડા ગામમાં માતા બે માસુમ બાળકીઓને લઇને કૂવામાં ઝંપલાવ્યું હતું. જેના પગલે ત્રણેના મોત નીપજ્યા છે. કુવામાંથી ત્રણેના મૃતદેહને બહાર કાઢીને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી. સાસરી પક્ષના માનસિક, શારીરિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ જીવન ટૂંકાવ્યું હોવાના યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે. પરિવારજનોએ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.