મહેસાણા અને સાબરકાંઠા: અપક્ષો સમક્ષ ભાજપ અને કોંગ્રેસની વિનંતીઓ
મહેસાણા અને સાબરકાંઠા: અપક્ષો સમક્ષ ભાજપ અને કોંગ્રેસની વિનંતીઓ

અટલ સમાચાર, મહેસાણા

ચુંટણીમાં ઉમેદવારી કરવાની છૂટ અને હાર જીતનાં લેખા જોખા વચ્ચે મહેસાણા અને સાબરકાંઠામાં 30થી વધુ ફોર્મ ભરાયાં હતા. જેમાં ડમી ફોર્મ બાદનાં અપક્ષ સહિતના ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસ માટે ચિંતાજનક બન્યા છે. આથી પોતાના મતોનું ધ્રુવીકરણ રોકવા કમર કસી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચાવવા બેઠકો શરૂ કરી છે.

મહેસાણા લોકસભા બેઠકમાં અપક્ષ અને ક્ષેત્રિય પાર્ટીઓના પટેલ ઉમેદવારો ભાજપને નુકશાનકારક સાબિત થઈ શકે છે. જ્યારે કેટલાક ઠાકોર ઉમેદવારો કોંગ્રેસના મતોમાં ગાબડું પાડી શકે છે. આવી રીતે સાબરકાંઠા લોકસભા બેઠકમાં ઠાકોર, દરબાર, મુસ્લિમ અને ઈતર કોમના ઉમેદવારો ભાજપને ઓછું અને કોંગ્રેસને વધુ અસર કરી શકે છે.

જે અપક્ષ ઉમેદવારો દમદાર અને પ્રભુત્વવાળા છે તેમને મનાવવા ભાજપ અને કોંગ્રેસ માટે સૌથી વધુ મહત્વનું બની ગયું છે. સુત્રોએ જણાવ્યું હતું કે, મનામણા દરમિયાન બંને પક્ષે ચોક્કસ બાબતો ઉપર સહમતી કરવામાં આવી રહી છે.