ઘટના@હિંમતનગરઃ 4 વર્ષનું બાળક બપોરે રમવા ગયા બાદ ગાયબ, પિતાએ કરી અપહરણની ફરિયાદ

અટલ સમાચાર, મહેસાણા
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના ગામેના કિશનભાઇ રામાભાઇ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. જેમને સંતાનમા એક દિકરો અને દિકરી છે. કિશનભાઇ બપોરે જમવા આવ્યા ત્યારે દિકરો ઘરે હતો. જ્યારે જમીને પરત મજૂરી કામે ગયા ત્યારે અચાનક તેમના પત્નીનો ફોન આવ્યો હતો કે પુત્ર પ્રિન્સ ઘરે નથી. ભારે ચિંતામાં પિતા તરત જ ઘરે આવીને શોધખોળ હાથ ધરી હતી. ઘણી તપાસ કરવા છતાં પણ પુત્રની ભાળ નહિ મળતાં પોલીસ સ્ટેશન અપહરણની ફરિયાદ નોંધાવી છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
હિંમતનગરના પીપોદર ગામે કિશનભાઇનો એકનો એક દિકરો તારીખ 20-12-21 ના રોજ બપોરે 2 વાગે ઘર નજીક રમતો હતો. દિકરો રોડ સુધી રમવા ગયો પરંતુ મોડા સુધી પરત આવ્યો નહોતો. ઘણી બધી તપાસ કરવા છતાં પણ કોઇ જ ખબર નહિ મળતાં ચોંકી ગયા હતા. કિશનભાઇએ આખરે પોલીસ મથકે ફરિયાદ લખાવી છે. જેમાં તેમનો દિકરો પ્રિન્સ શરીરે મધ્યમ પાતળા બાંધાનો, રંગે ઘઉવર્ણો તેમજ વાદળી પટ્ટાવાળી ટીશર્ટ અને જીન્સપેન્ટ પહેરેલું છે. બાબરીની માનતા હોવાથી વાળ મોટાં છે. આ સાથે પુત્ર પ્રિન્સ ગુજરાતી ભાષા જાણે છે અને 4 વર્ષનો છે. કિશનભાઇએ દિકરાનું અપહરણ થયાની ફરિયાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને આપ્યા બાદ પોલીસ તપાસનો દોર શરૂ કરી દીધો છે.