વાવઃ રાછેણા ગામે પાણીની ખપતને લઈ સરપંચની રજૂઆત

અટલ સમાચાર, વાવ, પાલનપુર, સુઈગામ બનાસકાંઠા જિલ્લામાં પાણીના સૂર્યનો ગોળો જેમ જેમ આગ આંકી રહ્યો છે તેમ પાણીની ખપતમાં વધારો થતો જાય છે. ત્યારે વાવ તાલુકાના રાછેણા ગામના સરપંચે 12 દિવસથી ગામમાં ઊભી થયેલી પાણીની સમસ્યાને લઈ પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે. રાછેણાના સરપંચ વી.કે.રાજપૂતે ગામની તરસ છીપાવવા માટે થરાદ પાણી પુરવઠા વિભાગ અને નાયબ
 
વાવઃ રાછેણા ગામે પાણીની ખપતને લઈ સરપંચની રજૂઆત

અટલ સમાચાર, વાવ, પાલનપુર, સુઈગામ

બનાસકાંઠા જિલ્લામાં પાણીના સૂર્યનો ગોળો જેમ જેમ આગ આંકી રહ્યો છે તેમ પાણીની ખપતમાં વધારો થતો જાય છે. ત્યારે વાવ તાલુકાના રાછેણા ગામના સરપંચે 12 દિવસથી ગામમાં ઊભી થયેલી પાણીની સમસ્યાને લઈ પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે.

વાવઃ રાછેણા ગામે પાણીની ખપતને લઈ સરપંચની રજૂઆત

રાછેણાના સરપંચ વી.કે.રાજપૂતે ગામની તરસ છીપાવવા માટે થરાદ પાણી પુરવઠા વિભાગ અને નાયબ કલેક્ટરને લેખીતમાં આપી જણાવ્યું છે કે, છેલ્લા 12 દિવસથી પીવાનું પાણી આવતું નથી. દુષ્કાળની પરિસ્થિતિના સમયે માત્ર 30 થી 40 હજાર લીટર મળતું પાણી તરસ છીપાવતી નથી. તે ઉપરાંત ગામમાં પીવાના પાણીની લાઈન પ્રવેશ કરે છે જેમાં કેટલાક બિનઅધિકૃત કનેક્શનો કરી બેઠેલા તત્વો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.