વિજયનગર@આચારસંહિતા: નાગરિક શરાફી સહકારી મંડળી સામે પગલા લેવા માંગ
Sat, 30 Mar 2019

અટલ સમાચાર,વિજયનગર
લોકસભા ચુંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. લોકશાહીના પર્વને લઇ ગુજરાત સહિત દેશભરમાં આચારસંહિતા લાગુ પડેલ છે. પરંતુ સાબરકાંઠાના વિજયનગર ખાતે એક નાગરિક ઘ્વારા ચુંટણી અધિકારી અને કલેકટર સાબરકાંઠાને આવેદન આપી જણાવાયુ છે કે, સાબરકાંઠામાં ધી વિજયનગર નાગરિક શરાફી સહકારી મંડળી.લી. એ ર૧ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરી આર્દશ આચારસંહિતાનો ભંગ કર્યો છે.
તેમણે વધુ ઉમેર્યુ હતુ કે, લોકશાહીના પર્વને લઇ આચારસંહિતા લાગુ હોઇ હાલ કોઇ ભરતી કરી શકાય નહી. પરંતુ સહકારી મંડળી ઘ્વારા મનમાની કરી ર૭ માર્ચના રોજ ભરતી પ્રક્રિયા રાખી ર૧ ઉમેદવારોને બોલાવ્યા હતા. જેને લઇ ભરતી કરનાર કમિટી તથા મંડળીના જવાબદાર અધિકારી સામે કડક શિક્ષાત્મક પગલા લેવાની કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.