સંકટઃ સંત સંમેલન ભારે પડ્યું, દિગ્ગજ નેતાને કોરોના, એક બાદ એક ભાજપના 40 નેતા સંક્રમિત
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં સંત સંમેલન યોજાયા બાદ ભાજપના 4 નેતાઓ કોરોના સંક્રમિત થયા છે.  અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર, બે મહામંત્રી ભૂષણ ભટ્ટ અને પરેશ લાખાણી કોરોના સંક્રમિત થયા છે. આ બધા જ નેતાઓ અમદાવાદના સંત સંમેલનમાં હાજર હતા. આ સંત સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા.  

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સંત સંમેલનમાં હજારોની સંખ્યામાં ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં કોરોનાની જે સ્થિતિ છે તે જોતા ભીડ ભેગી થાય અને કોરોના વકરે નહી તેવુ તો બને જ નહી. પરિણામે એક બાદ એક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. જે જોતા હવે  નેતાઓમાં ક્યાંક ડર જોવા મળી રહ્યો હતો .મહત્વનુ છે કે સંત સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત  દિગ્ગજો તથા  આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
 

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું.  રંગચંગે સંત સંમેલન યોજાઇ ગયુ પરંતુ હવે ધીરેધીરે સંમેલનનો રંગ જોવા મળી રહ્યો છે.  આ સંમેલનમાં ભાગ લેનારા શહેર ભાજપના 40 નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે..મહત્વનું છે કે આ સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા..