ગંભીર@સંતરામપુર: અહીં મનરેગામાં દાદાગીરી સાથે ભ્રષ્ટાચાર ? કારણોની યાદી જોઈ ચોંકી જશો, સ્પેશ્યલ રિપોર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સંતરામપુર તાલુકામાંથી શિક્ષણમંત્રી આવે છે અને અહીં શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપી રહ્યા પરંતુ ગ્રામ વિકાસની મનરેગામાં હળાહળ જેવી પરિસ્થિતિ બનતી હોવાની બૂમરાણ છે. વાત આટલી નહિ, અહીં મનરેગામાં દાદાગીરી સાથે ભ્રષ્ટાચારી વહીવટ થાય છે ? તેવો ગંભીર સવાલ બનતો જાય છે. આ સવાલ થવાના કારણો જાણી ચોંકી જશો ત્યારે દાદાગીરીનો મામલો ગળે ઉતરી શકે છે. વર્ષોથી એક જ મટીરીયલ એજન્સીને ચલાવે રાખી અને આખરે અહેવાલ બાદ ટેન્ડર કર્યું અને તેમાં પણ દાદાગીરી થઇ. આ પછી હમણાં હમણાં શંકાસ્પદ કી એટલે કે વહીવટમાં દાદાગીરીનું સેટિંગ્સ પાડી કરોડોની ગ્રાન્ટ એજન્સીને આપી દીધી. આ ગ્રાન્ટ ફાળવણી પણ તપાસની એરણે ચડી. આટલું ઓછું હોય તેમ જિલ્લાવાળાને જાણે ગણે છે કે નહિ તે પણ પ્રશ્ન ત્યારે બન્યો જ્યારે વારંવાર જિલ્લાવાળાએ સુચના અને તપાસમાં ઉતરવું પડે છે. નીચેના ફકરામાં જાણીએ સંતરામપુરનો મનરેગા વહીવટ.
મહીસાગર જિલ્લાના અન્ય તમામ તાલુકાઓ કરતાં સંતરામપુરમાં જો તમે જોઈશો તો મનરેગાનો વહીવટ કંઈક અલગ અનુભવ કરાવશે. અહીં મનરેગામાં એક ચોક્કસ ગૃપ એટલું તાકાતવર બની ગયું છે કે, વડી કચેરીનો વારંવાર વિશ્વાસ તોડતાં ડરતાં નથી. છેલ્લા કેટલાક વર્ષોથી એક જ મટીરીયલ એજન્સી ચલાવે રાખી, ટેન્ડરનો સમયગાળો પૂર્ણ થવા છતાં અને વારંવાર સમય વધારી એક જ એજન્સીનું મટીરીયલ લીધે રાખ્યું. આ પછી મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને ધ્યાને આવતાં અથવા ના છૂટકે ધ્યાને લેતાં ઇન્ચાર્જ નિયામકે રૂબરૂ સંતરામપુર પહોંચી તાત્કાલિક નવું ટેન્ડર કરાવ્યું. આ પછી ટેન્ડરની જાહેરાત પણ સંતરામપુર તાલુકામાં ઓછી નજરે ચડે એવી રીતે આપી. આટલા ઘટનાક્રમ પછી બની એક ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના. એપીઓ અને ગૃપે તત્કાલીન ટીડીઓ કે જેની બદલી થઇ હતી તેની કી આધારે ઓનલાઇન કરોડોની ગ્રાન્ટ ફાળવી દીધી અને તેમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ આવી. આ પછી તાત્કાલિક ડીઆરડીએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. ડીડીઓ અને સીઆરડીની વારંવાર સુચના છતાં લેબર કરતાં મટીરીયલ કામો અહીં ખૂબ કરવામાં આવી રહ્યા છે. અહીં થતાં વહીવટના કાગળોની નકલો ભાગ્યે જ જિલ્લામાં જાણ સારું જતી હોય છે. આવી સ્થિતિમાં હવે સૌથી મોટો સવાલ બને કે, અહીં દાદાગીરી સાથેનો મનરેગાનો વહીવટ કોના આશીર્વાદથી થઈ રહ્યો? નીચે વાંચો અને જાણો કયું છે ગૃપ અને કયો ડર બતાવી થાય છે વહીવટ
સુત્રોએ જણાવ્યું હતું કે, સંતરામપુર વિધાનસભાથી બનેલા શિક્ષણ મંત્રીને કાર્યકરોથી માંડી કર્મચારી અને તમામ સાથે પરિચય હોય. મંત્રી નિષ્પક્ષ અને તમામના કામો કરાવતાં હોઈ દરેકને સીધો સંબંધ હોઈ શકે. હવે આ કથિત સંબંધના નામે મંત્રીને ખબર પણ ના હોય તેમ એક ગૃપ સંતરામપુરમાં મનરેગાનો મનસ્વી વહીવટ પાર પાડી રહ્યું છે. આ વહીવટમાં એટલી દાદાગીરી છે કે, જિલ્લાવાળાને વારંવાર અને સૌથી વધુ ફરિયાદો અને તપાસના કામે સંતરામપુર સામે આવે છે. આવી સ્થિતિમાં સંતરામપુરના ગરીબ જોબકાર્ડ ધારકો તેમજ નિષ્પક્ષ મનરેગા લાભાર્થીઓ હવે નવા નિમાયેલા નિયામકની કડક કાર્યવાહી ઉપર આશા લગાવી રહ્યા છે.