હડકંપ@પાટણ: સરપંચે બીજા ગામમાં બનાવી દીધો રોડ, ગૌચરમાં સુવિધા કરતાં થઈ તપાસ, આખરે સરપંચ સસ્પેન્ડ

 
Der

અટલ સમાચાર,પાટણ 

પાટણ તાલુકાના ડેર ગામના સરપંચને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા પંચાયત આલમમાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ સરપંચે ફરજ દરમિયાન સરકારી ગ્રાન્ટમાંથી તેમના કાર્ય ક્ષેત્ર બહાર બીજી પંચાયતની હદમાં રોડ કામ કરી, ગૌચર જમીન પર ગેરકાયદેસર સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. જે બાદમાં પાટણ DDO દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકાના ડેર ગામના સરપંચ ભરતસિંહ કે.ઠાકોરને સસ્પેન્ડ કરી દીધા છે. આ અંગે મળી વિગતો મુજબ સરપંચ ભરતસિંહ કે.ઠાકોરેતેમની ફરજ દરમિયાન સરકારી ગ્રાન્ટમાંથી તેમના કાર્ય ક્ષેત્ર બહાર બીજી પંચાયતની હદમાં રોડ બનાવી આપ્યો હતો. આ સાથે ગૌચર જમીનમાં ગેરકાયદેસર મકાનમાં પાણીની પાઇપલાઇન નાખી આપવાનું તેમજ ગૌચર જમીનનો ગેરકાયદેસર ઉપયોગ અને બગાડ કરવાનો સહિત ગોચર જમીનમાં ગેરકાયદેસર રોડ બનાવી આપેલ દબાણકારોના દબાણ દૂર ના કરાતા તેઓ તેમની કામગીરી કરવામાં નિષ્ફળ ગયા હતા. 

Der

આ તરફ ડેર ગામના નાથુજી એમ ઠાકોરે પાટણ જિલ્લા વિકાસ અધિકારીને વકીલ દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ કોઈ કાર્યવાહી ના કરતા નારાજ અરજદારે વકીલ દ્વારા હાઇકોર્ટમાં અપીલ દાખલ કરેલી હતી. આ બધી કામગીરી પંચાયતમાં ઠરાવ વગર થવા પામી હતી. જોકે હાઇકોર્ટ કેસની ગંભીરતાને લઈ DDOને તાત્કાલિક તપાસ કરી સાચી જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટના આદેશ બાદ DDOએ બે તલાટીઓ દ્વારા તપાસ કરાવી હતી. આ તરફ સાચી હકીકત ધ્યાને આવતા DDOએ ડેર ગામના સરપંચને તાત્કાલિક અસરથી હોદ્દા ઉપરથી દૂર કરવાનો આદેશ કર્યો હતો.આ સાથે પાટણ તાલુકા વિકાસ અધિકારી સર્કલ તલાટીએ તટસ્થ સ્થળ તપાસ કરી નકશા બનાવી પંચનામા સાથે ધોરણની કાર્યવાહી કરી હતી. પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીએ જણાવ્યું હતું કે, 1993 ની કલમ 57 હેઠળ સરકારના અમુખ 6 ના જાહેરનામાથી મળેલ અધિકારોની રૂએ ભરતસિંહ કચરાજી ઠાકોર, સરપંચ, ડેર ગ્રામ પંચાયતને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) અન્વયે હોદ્દા ઉપરથી દુર કરવામાં આવ્યા છે.