ઉ.ગુજરાતમાં મેઘરાજા વરસ્યા: સિદ્ધપુરમાં એક, બાયડ-ખેડબ્રહ્મામાં દોઢ ઇચ

અટલ સમાચાર. સિદ્ધપુર (હર્ષલ ઠાકર) ઉત્તર ગુજરાતમાં બે દિવસથી ભારે ઉકળાટને પગલે ત્રાહીમામ પોકારી ગયેલા લોકોને વરસાદી ઝાપટુ વરસતા ઉકળાટથી રાહત મળી છે. પાટણ જિલ્લામાં સાંતલપુરને બાદ કરતા જિલ્લાના બીજા તાલુકાઓમાં વરસાદી ઝાપટુ પડ્યુ છે. હારીજ-સિદ્ધપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે. ગઇકાલે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના સતલાસણામાં ૨૦મીમી, કડી, જોટાણા અને વિજાપુરમાં
 
ઉ.ગુજરાતમાં મેઘરાજા વરસ્યા: સિદ્ધપુરમાં એક, બાયડ-ખેડબ્રહ્મામાં દોઢ ઇચ

અટલ સમાચાર. સિદ્ધપુર (હર્ષલ ઠાકર)

ઉત્તર ગુજરાતમાં બે દિવસથી ભારે ઉકળાટને પગલે ત્રાહીમામ પોકારી ગયેલા લોકોને વરસાદી ઝાપટુ વરસતા ઉકળાટથી રાહત મળી છે. પાટણ જિલ્લામાં સાંતલપુરને બાદ કરતા જિલ્લાના બીજા તાલુકાઓમાં વરસાદી ઝાપટુ પડ્યુ છે. હારીજ-સિદ્ધપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે. ગઇકાલે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના સતલાસણામાં ૨૦મીમી, કડી, જોટાણા અને વિજાપુરમાં  અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠામાં બાયડ-ખેડબ્રહ્મામાં દોઢ ઇચ વરસાદ વરસ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન ખાતાએ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી હતી તે મુજબ પાટણ જિલ્લામાં વરસાદ પડ્યો હતો.જિલ્લા ના નવ તાલુકાઓ પૈકી સાંતલપુર તાલુકામાં જ છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ નોંધાયો નથી. જિલ્લાનાં હારિજ તાલુકામાં સૌથી વધુ ૨૯ મીમી જ્યારે સૌથી ઓછો સંખેશ્વર તાલુકામાં ૫ મીમી વરસાદ પડ્યો હતો.અન્ય તાલુકા પૈકી સિદ્ધપુરમાં ૨૬ મીમી,પાટણ ૧૨,સમી ૨૫,સરસ્વતિ ૧૫,ચાણસ્મા ૨૨ જ્યારે રાધનપુરમાં ૬ મીમી વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં વરસ્યો છે.

સિદ્ધપુરમાં વરસાદનુ લાંબા વિરામ બાદ આજરોજ આગમન થતા વાતાવરણમાં ઠંડક છવાઈ જવા પામી હતી. છેલ્લા ચાર-પાંચ દિવસના અસહ્ય ઉકળાટ બાદ આજે દિવસભર ત્રણ-ચાર વાર મેઘરાજા શહેરીજનો ઉપર મહેરબાન બની વરસી પડ્યા હતા. સિદ્ધપુર શહેરમાં વરસાદી સિઝનની સાથોસાથ કેટલાંય વિસ્તારોમાં અવાર નવાર થતી વિજટ્રીપથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા હતા.શહેરમાં દિવસ ભર મહદઅંશે વહેલી સવારથી જ વાદળ છાયુ વાતાવરણ થઇ ગયુ હતુ. આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઢંકાઈ જતા સૂર્યનારાયણ પણ જાણે સંતાકૂકડીની રમત રમતા હોય તેવુ પ્રતિત થતુ હતુ. મેઘરાજાની સવારીની સાથોસાથ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમી માંથી રાહત મળતા લોકો માં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. વરસાદી પાણી ધરતી પર પડતા અેક અલગ જ સુવાસની લહેર પ્રસરી હતી.વરસાદથી ગરમીમાંથી રાહત મળતા લોકો આ વરસાદથી ખુશ જણાતાં હતા.

બનાસકાંઠા દિયોદરમા ધોધમાર વરસાદ વરસ્યો છે. અતિશય ઉકાળાટ બાદ વરસાદી ઝાપટું પડતા શહેરીજનોએ બફારાથી રાહત અનુભવી હતી. અડધા કલાક સુધી પંથકમાં મેઘરાજા વરસ્યા હતા. સારા વરસાદથી પંથકના ખેડૂતોમા ખુશી પ્રસરી હતી.