નિર્ણય@પંચાયત: તાત્કાલિક અસરથી 58 ટીડીઓની બદલી, ડીસાના TDO છેક દાહોદ મૂકાયા

 
TdO Badli

અટલ સમાચાર, મહેસાણા 

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ TDOની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે આદેશ કરી રાજ્યભરના 58 TDOની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. વર્ગ 2 તાલુકા વિકાસ અધિકારી સર્વગમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીઑ કરાઇ છે. 

Tdo 1

ગુજરાતમાં પહેલા આઇપીએસ અને ડીવાયએસપી ની બદલી બાદ હવે TDO ની બદલી કરવામાં આવી છે. ચુંટણી અગાઉ સરકારી અધિકારીઓની બદલીની મોસમ ખીલી છે.

Tdo 2

મહત્વનું છે કે, આચાર સંહિતા લાગુ પડ્યા બાદ સરકારના હાથમાં આ પ્રકારની કામગીરીનો પાવર રહેતો નથી. ત્યારે રાજ્યભરના 58 TDOની બદલીના આદેશ કરી તેમને અન્ય સ્થળે ફરજ સોંપવામાં આવી છે.

Tdo 3

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ આગાઉ 118 તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી હતી. જેમાં 84 તાલુકા વિકાસ અધિકારીની કામ ચલાઉ બઢતી સાથે બદલી કરાઈ હતી. જ્યારે 34 તાલુકા વિકાસ અધિકારીની બદલી કરાઇ હતી.

Tdo 4