ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રેવાબાનો રાજકારણમાં પ્રવેશ
ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રેવાબાનો રાજકારણમાં પ્રવેશ

અટલ સમાચાર, રાજકોટ

ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની મોડી સાંજે કેન્દ્રીય મંત્રી આર.સી ફળદુ અને પુનમ માડમની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. થોડા દિવસ અગાઉ તેઓ કરણી સેનામાં જોડાયા હતા. અને હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા તેમણે રવિન્દ્રસિંહ જાડેજાના પત્નીએ કેસરિયો ધારણ કરી લીધો છે. લોકસભાની ચૂંટણીની સમગ્ર દેશમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભારતીય ટીમના ઓલરાઉન્ટર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબાએ હવે રાજકીય ઇનિંગ શરૂ કરી દીધી છે. વિધીવત રીતે તેમણે કેન્દ્રીય મંત્રી આર.સી ફળદુ અને પુનમ માડમની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો છે. આગમી ચૂંટણીના ભાગ રૂપે ભાજપ દ્વારા સૌરાષ્ટ્રના જાણીતા ક્રિકેટર જાડેજાના પત્નીને ભાજપમાં જોડી લેતા લોકસભાની સૌરાષ્ટ્રની બેઠકો પર ટ્રંપ કાર્ટ સાબિત થઇ શકે છે.