પાણી ચોરી મામલે સામખિયાળી-ચિત્રોડની 8 હોટેલ માલિકો સામે ફરીયાદથી ચકચાર 
પાણી ચોરી મામલે સામખિયાળી-ચિત્રોડની 8 હોટેલ માલિકો સામે ફરીયાદથી ચકચાર 
અટલ સમાચાર, ભચાઉ 
સામખિયાળીથી રાપરના ચિત્રોડ જતી પાઈપલાઈનમાંથી ગેરકાયદે પાણીના જોડાણો મેળવી પાણીની ચોરી કરતી 8 હાઈવે હોટેલના માલિકો વિરૂધ્ધ પાણી પુરવઠા તંત્રએ લાકડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં હોટેલ માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સામખિયાળી-ચિત્રોડ-બાદરગઢ લાઈન પર લાઈનમેન તરીકે ફરજ બજાવતા વિનુભા ભગુભા સોઢાએ પાણી પુરવઠા વિભાગની પાઈપલાઈનમાંથી ગેરકાયદેસર જોડાણ મેળવી પાણીની ચોરી તેનો બગાડ કરવા બદલ હોટેલ બજરંગ અને ભારત(સાગર) પેટ્રોલિયમના માલિક બળુભા વિરમજી સોલંકી, ન્યૂ રિધ્ધિ-સિધ્ધિ આઈમાતા હોટલના માલિક શંકરભાઈ પ્રભુભાઈ જાટાવાડીયા, શિવશક્તિ હરિયાણા હોટલ (ભાગ્યોદય રેસ્ટોરન્ટ)ના માલિક અલીમામદ ઉમર રાઉમા, હોટેલ આશિષ માલિક મીનાબા પ્રતાપસિંહ જાડેજા, હોટેલ જાલ (હોટેલ દેવરાયણ) ના માલિક મહેન્દ્રસિંહ નાથુસિંહ જાડેજા અને સંધુ સરદાર પંજાબી ધાબાના માલિક અજીતસિંહ જાલુભા જાડેજા વિરૂધ્ધ આઈપીસી 379 અને 430 હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવી છે. પાણીચોરીના કારણે પાણીનો પુરતો પુરવઠો ચિત્રોડ સમ્પ પરક ના પહોંચતો હોવાનું ને અગાઉ ચેકીંગ સમયે ગેરકાયદે કનેક્શન કટ કર્યા હોવા છતાં હોટેલ માલિકો ફરી-ફરીને ગેરકાયગેસર રીતે કનેક્શન ખેંચી પાણી ચોરી કરતાં હોવાનું જણાવ્યું છે. ગઈકાલે પાણી પુરવઠા નાયબ એન્જિનિયર મારવણીયાએ તમામ આઠેય હોટેલમાં ચેકીંગ કરી ગેરકાયદે કનેક્શન ઝડપી પાડ્યા હતા.