આપઘાત@રાજકોટ: મહિલા શિક્ષિકાએ ઘરમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં એક પછી એક આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. આ ઘટના રાજકોટની છે જેમાં એક શિક્ષિકાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આત્મહત્યા અંગે ગુનો નોંધી આત્મહત્યા પાછળ
Sep 24, 2021, 10:56 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં એક પછી એક આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. આ ઘટના રાજકોટની છે જેમાં એક શિક્ષિકાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આત્મહત્યા અંગે ગુનો નોંધી આત્મહત્યા પાછળ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
રાજકોટ શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલ આર્યન સોસાયટીમાં રહેતી મહિલા શિક્ષિકાએ રાત્રીના સમયે પોતાના ઘરે અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બાદ તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તાલુકા પોલીસે મહિલાના આત્મહત્યા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.