દુ:ખદ@ગુજરાત: કાર અને JCB વચ્ચે ગમખ્વાર અકસ્માત, Ex.MLA નું હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત

 
MLA Accident

અટલ સમાચાર, ડેસ્ક

સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. શેલણા વંડા વચ્ચે ફોરવિલ કાર અને જેસીબી સાથે ભયંકર અકસ્માત સર્જાતા આ કરુણાંતિકા સર્જાઈ હતી. અકસ્માતની જાણ થતા રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. વી.વી.વઘાસીયાના અકસ્માતના સમાચાર સાંભળતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા પૂર્વ કૃષિ મંત્રીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં રસ્તામાં જ થયું તેમનું નિધન થઈ ગયું હતું. મોટા ગજાના નેતાના અવસાનથી ભાજપ બેડામાં શોકની લાગાણી ફેલાઈ છે. આ અકસ્માત ઠવી ગામની નજીક વાડીએથી પરત ફરતી વેળાએ થયો હતો. આ અકસ્માતને પગલે લોકો ત્યાં દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. 108 ઈમરજન્સી વાન મારફતે તેમને સારવાર માટે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું.