ઉનાળો@ગુજરાત: હજી 24 કલાક સાચવજો, જાણો શું છે હવામાન વિભાગનું અનુમાન ?

 
Summer

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ઉતર પશ્ચિમના પવન ફૂંકાતા ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રહી રહીને ગરમી પડી પરંતુ હવે ભૂકા કાઢી રહી છે. બપોર થતા જ રસ્તાઓ સુમસામ થઇ જાય છે. છેલ્લા એક સપ્તાહતમા મહત્તમ તાપમાન 44 ડીગ્રી ઉપર પહોચી ગયુ છે. હજી પણ કાળઝાળ ગરમી સહન કરવી પડશે. આ ઊનાળાની ઋતુમાં ગરમી શેર માર્કેટની જેમ ઉપર નીચે થઇ રહી છે. મે મહિનાની શરૂઆત માવઠાથી થઇ હતી તો છેલ્લા એક સપ્તાહમાં 5 થી 8 ડિગ્રી તાપમાનમાં વધારો થયો છે. સામાન્ય તાપમાન કરતા 8 થી 10 ડિગ્રી તાપમાન ઉંચુ નોંધાય તો અગ્ન વર્ષા થતી હોય તેવો અહેસાસ થાય છે. 

હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યમાં સુકા અને ગરમ પવન ફુકાઇ રહ્યા છે. મહત્તમ તાપમાન 44 ડિગ્રી ઉપર પહોચ્યું છે. હજુ પણ આગામી 24 કલાક તાપમાનની સ્થિતિ યથાવત રહેશે. પોરબંદર, જુનાગઢ, અને દીવમાં હિટવેવની સ્થિતિ રહેશે. એટલે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ પવન ફૂંકાશે. તો અમદાવાદ શહેરમાં પણ યેલો એલર્ટ રહેશે. અમદાવાદનુ મહત્તમ મહત્તમ તામપાન 41.1 ડીગ્રી થી 43 ડિગ્રી અસપાસ રહેવાનુ અનુમાન છે. જોકે પવનની દિશા બદલાશે. જેના કારણે 4 ડિગ્રીમાં મહત્તમ તામપાન 2થી 3 ડિગ્રી ઘટી જશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, 11 મેના તો ગુજરાત એવું તપ્યું કે, મહત્તમ તાપમાન સામાન્ય કરતા પણ 7 થી 10 ડિગ્રી ઉપર નોંધાયુ હતુ. પોરબંદરનુ મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી નોંધાયુ હતુ જે સામાન્ય કરતા 10 ડિગ્રી ઉચુ નોંધાયુ હતુ. તો સુરત મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી નોંધાયુ હતુ છે. સામાન્ય કરતા 7 ડિગ્રી વધુ હતુ. નલિયા તાપમાન 40.4 ડિગ્રી નોધાયુ હતુ જે સામાન્ય કરતા 5 ડિગ્રી ઉંચુ તાપમાન નોંધાયુ હતુ.

આ સાથે 12 મેના અમદાવાદનું મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી નોંધાયુ હતુ. જે સામાન્ય કરતા 3 ડિગ્રી ઉંચુ નોંધાયુ હતુ. સુરતમાં મહત્તમ તામપાન 40.5 ડિગ્રી હતુ જે સામાન્ય કરતા 5 ડિગ્રી તાપમાન ઉચુ નોધાયુ હતુ. દીવમાં મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી નોંધાયુ હતુ જે સામાન્ય કરતા 8 ડિગ્રી ઉંચુ તાપમાન નોંધાયુ હતુ. તો અન્ય શહેરોના તાપમાન પણ સામાન્ય કરતા 2 થી 4 ડિગ્રી ઉંચુ નોંધાયુ હતુ.