જાણીલેજો@ગુજરાત: 2000ની નોટ બદલવાનું મોટું ટેન્શન છોડો, SBIએ બધી બ્રાન્ચને આપ્યો મોટો આદેશ

 
RBI

અટલ સમાચાર, ડેસ્ક

2000 રુપિયાની નોટ બદલવાને લઈને લોકો વચ્ચે હજુ પણ ઘણા ભ્રમ અને અસમંજસની સ્થિતિ છે. જોકે આરબીઆઈએ 2000ની નોટને લઈને તમામ પ્રકારની સ્પષ્ટતા કરી દીધી છે અને સાથે ગાઈડલાઈન્સ પણ જાહેર કરી દીધી છે. તેમ છતાં 2000 રુપિયાની નોટને બેંકમાં બદલવાની પ્રક્રિયાને લઈને લોકો અવઢમાં છે તેવામાં દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે ક્લેરિફિકેશન સાથે સર્ક્યુલર બહાર પાડ્યું છે અને તેના વિશે જાણીને તમને પણ મોટી રાહત મળશે.

આરબીઆઈ દ્વારા 19 મે 2022ના રોજ 2000 રુપિયાની નોટને સર્ક્યુલરમાંથી પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આરબીઆઈ દ્વારા તે સાથે નોટ લીગલ ટેન્ડર રહેશે, બદલવાની પ્રક્રિયા, મહત્વની ડેડલાઈનની તારીખો, મોટ બદલવાની મહત્તમ લિમિટને લઈને સ્પષ્ટ ગાઇડલાઈન જાહેર કરી છે. આ ગાઇડલાઈન સામે આવ્યા બાદ SBIએ પોતાની તમામ બ્રાંચિસમાં લોકોને 2000ની નોટ બદલવા માટે ફોર્મ ભરવા અંગેની જરુરિયાતને SBI દ્વારા નકારી કાઢવામાં આવી છે.

ભારતીય સ્ટેટ બેંકે સ્પષ્ટ કર્યું છે કે, એક સમયમાં 20000 રુપિયાની મર્યાદામાં 2000 રુપિયાના મૂલ્યની બેંક નોટના એક્સચેન્જની સુવિધા કોઈપણ જાતના ફોર્મ ભરાવ્યા વગર આપવામાં આવશે. આ સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે ગ્રાહકોને 2000 રુપિયાની નોટ બદલવા માટે કોઈપણ પ્રકારના ફોર્મ ભરવાની જરુરિયાત નથી. જ્યારે RBIએ પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે ફોર્મ ભરવા માટે કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે.

આરબીઆઈ અનુસાર બેંકમાં નોટ બદલવાની પ્રક્રિયા 23 મે 2023થી શરુ કરવામાં આવશે જે 30 સપ્ટેમ્બર 2023 સુધી યથાવત રહેશે. આ ચાર મહિના દરમિયાન ગ્રાહકો દરેક દિવસે 2000 રુપિયાની 10 નોટ કોઈપણ બેંકમાં બદલી શકાય છે. આ દરમિયાન 2000 નોટ લીગલ ટેન્ડર રહેશે એટલે કે લેણદેણ પહેલાની જેમ જ ચાલુ રહેશે. જે લોકો પાસે રુ. 2000 ની નોટ છે તેઓ પોતાની બેંકમાં જમા કરી શકે છે. અથવા તો જો તમે કોઈપણ બેંકમાં જઈને આ નોટ એક્સચેન્જ કરાવીને તેટલા મૂલ્યવર્ગની અન્ય કરન્સી નોટ મેળવી શકે છે. બેંક એકાઉન્ટ્સમાં આ 2000ની નોટ કોઈપણ જાતના પ્રતિબંધ વગર સામાન્ય રીતે જમા કરી શકાશે.