હડકંપ@પંચમહાલ: ઉજ્જવલા યોજનાના નામે કૌભાંડ, મફત છતાં લાભાર્થી પાસેથી 500 રૂપિયા વસૂલાયા
Updated: Jan 24, 2024, 10:56 IST
અટલ સમાચાર, ડેસ્ક
મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે HP ગેસ એજન્સીમાંથી લાભાર્થી પાસેથી 500 રૂપિયા વસુલવામા આવ્યાનું કૌભાંડ ઝડપાયું છે. ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીને ગેસ કનેકશનની કીટ મફત આપવાની હોય છે. છતાં એજન્સી દ્વારા લાભાર્થી પાસેથી રૂપિયા 500 જેટલા વસુલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
વિગતો મુજબ 347 સિલિન્ડરની ઘટ અને રિફિલિંગ માટે વધારાની રકમ પણ વસૂલવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. એજન્સી દ્વારા અત્યાર સુધીમા 4 હજાર 658 ગેસ કનેકશન ફાળવવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા વિભાગે મહાકાલ HP ગેસ એજન્સી સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી.