રિપોર્ટ@ગુજરાત: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસીસ્ટન્ટ વર્ગ 3નું પરિણામ જાહેર, જાણો વધુ
Updated: Nov 25, 2023, 12:36 IST
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ગત જૂન મહિનામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. જેમાંથી વર્ક આસીસ્ટન્ટ વર્ગ 3ની 771 જગ્યા માટે ઓગસ્ટ મહિનામાં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ગત ઓગસ્ટમાં યોજતેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું પરિણામ ગઈકાલે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ આવતા ઉમેદવારની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગીની વેબસાઈટ પર પાસ થયેલા ઉમેદવારોનું મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને પરિણામ જોઈએ શકે છે.