કાર્યવાહી@અમદાવાદ: IT વિભાગનું ગુપ્ત ઓપરેશન ? આ પાર્ટીના 2 દિગ્ગજ નેતાઓ વચ્ચે પ્રતિસ્પર્ધાની ચર્ચા
Updated: Nov 7, 2023, 12:08 IST
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદમાં આઈટી વિભાગે એક ઓપરેશન પાર પાડ્યું. આઈટી વિભાગની આ કાર્યવાહી ટોક ઓફ ધ ટાઉન બની છે. ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે અંદરખાને ચાલતી પ્રતિસ્પર્ધામાં આ કાર્યવાહી થઈ હોવાનું અંદરખાને ચર્ચાઈ રહ્યું છે. આઈટી વિભાગે શુક્ર ફાર્માસ્યુટિકલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું, હાઈકમાન્ડની ના હોવા છતાં પણ આ કાર્યવાહી કરવામાં આવી હોવાની ચર્ચા છે.
મુંબઈના કનેક્શનમાં પડેલા દરોડાની માહિતી પણ ગુપ્ત રાખવામાં આવી. આઈટી વિભાગે અમદાવાદના જજીસ બંગલો રોડ ઉપર આવેલી ઓફિસ અને પ્રહલાદ નગર કોર્પોરેટ રોડ ઉપર રહેતા ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકને ત્યાં દરોડા પાડ્યા હોવાની માહિતી સામે આવી.આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પદાધિકારી અને અને પૂર્વ કોર્પોરેટરને ત્યાં પણ આઈટીની ટીમ ત્રાટકી હતી.