દુ:ખદ@ગુજરાત: પ્રિન્ટથી માંડી ડિજિટલ મીડિયામાં કામ કરનાર વરિષ્ઠ પત્રકાર દિલિપ ગોહિલનું નિધન, જાણો તેમના વિશે

 
Dilip Gohil Death

અટલ સમાચાર, ડેસ્ક

જાણિતા વરિષ્ઠ પત્રકાર દિલિપ ગોહિલનું નિધન થયું છે. ગઈકાલે રાત્રે તેમને ભાવગનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલમાં 12.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે. જે બાદ તેમના પરિવાર અને પત્રકાર જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મહત્ત્વનું છે કે, તેમના અંતિમ સંસ્કાર રાજુલામાં કરવામાં આવશે. વરિષ્ઠ પત્રકાર દિલિપ ગોહિલને થોડાક દિવસ પહેલાં સામાન્ય શરદી-ઉધરસ થઈ હતી. જે બાદ તેઓ 19મીજાન્યુઆરીએ આરામ કરવા માટે રાજુલા ગયા હતા. જે બાદ તેમની તબિયત બગડતા તેમને ભાગવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગઈકાલે તેમની તબિયતમાં સુધારો પણ હતો અને રિપોર્ટ પણ નોર્મલ હતા. આ પછી અચાનક રાત્રે તેમની તબિયત વધુ બગડી હતી અને રાત્રે 12.30 વાગ્યે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, દિલિપભાઈ ગોહિલના અંતિમ સંસ્કાર રાજુલા ખાતે કરવામાં આવશે.

વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ (ઉમર 60)નું તારીખ 27 જાન્યુઆરીની મોડી રાત્રે ભાવનગરમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન હૃદય બંધ પડી જતાં અવસાન થયું છે. થોડા દિવસ પહેલાં વાયેલ ઇન્ફેક્શન થયું હતું. રાજકોટમાં એમને તાવ આવેલો બાદમાં વતન રાજુલામાં તબિયત વધુ બગડતા ભાવનગર બજરંગદાસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં વધુ તબિયત બગડીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સારવાર પછી તબિયત સ્થિર થઈ પણ 27ની રાત્રે તબિયતે ઉથલો માર્યો અને મોડી રાત્રે એમણે દુનિયાને અલવિદા કરી હતી. દિલીપના પરિવારમાં પત્ની ચંદ્રિકાબેન , પુત્ર કુણાલ , પુત્રી કુંજ છે.

દિલીપ ગોહિલની પત્રકારત્વમાં ત્રણ દાયકાની તેજસ્વી કારકિર્દી રહી છે. પ્રિન્ટથી માંડી ડિજિટલ મીડિયા સુધી એમણે કામ કર્યું હતું. બહુ સારા અનુવાદક અને કવિ પણ હતા. રાજકોટ, મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદમાં વિવિધ અખબારો , સામાયિક, ટીવી ચેનલ, વેબસાઈટ માટે તેમણે કામ કર્યું હતું. એમની નીચે ઘણા બધા પત્રકારોનું ઘડતર થયું છે. એ ટેકનોલોજીના પણ અચ્છા જાણકાર હતા. શ્રેષ્ઠ સંપાદક ને ઉમદા માનવી હતા. રાજકીય સમીક્ષક તરીકે એમની નોખી ભાત રહી હતી. કર્મઠ ને નિષ્ઠાવાન , નિડર પત્રકારની વિદાયથી ગુજરાતી પત્રકારત્વને ખોટ તો પડી છે.