વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગ દ્વારા આકરી ગરમી પડવાનું એલર્ટ, જાણો વધુ

 
Summer Heat Wave

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. આ તરફ હવે હવામાન વિભાગે આગાહી રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી વધવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ માટે હવામાન વિભાગ દ્વારા આકરી ગરમી પડવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. શનિવારે અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલ દ્વારા ગરમીમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવાની સાથે અમદાવાદ માટે એલર્ટ આપવામાં આવ્યું હતું. આ સાથે તેમણે રાજ્ય વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાનનો પારો 1-2 ડિગ્રી વધવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ હવામાન અઠવાડિયા દરમિયાન સૂકું રહેવાની એટલે કે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલે શનિવારે જણાવ્યું હતું કે, અમદાવાદ સિટી માટે અમારો જે હિટ એક્શન પ્લાન છે તે 17 અને 18 એપ્રિલ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. અમદાવાદ હવામાન વિભાગની વેબસાઈટ પર હવામાનની આગાહી કરવામાં આવી છે જેમાં 20 એપ્રિલ સુધી માવઠું થવાની સંભાવના નહીં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે 17મીએ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન ઉભું થવાની માહિતી આપવામાં આવી છે.