સ્પેશયલ@સાળંગપુર: રાજ્યનું સૌથી વિશાળ હાઈટેક 'શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય', જાણો એક જ ક્લિકે

 
Salangpur

અટલ સમાચાર, ડેસ્ક

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં ગુજરાતની સૌથી મોટુ હાઇટેક શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલયનુ ઉદ્ઘાટન આજે હનુમાન જંયતિના દિવસે કરાશે. દેશના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ અને પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદહસ્તે દિવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ભોજનાલય સાળગપુરમાં બનાવવામાં આવેલી હનુમાનજીની વિશાળ પ્રતિમાની જેમ વિશેષ મહત્વ ધરાવતું બનાવવામાં આવ્યું છે. આ ભોજનાલય બનાવવા પાછળ 50 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સાળંગપુરમાં આજે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. ગઈકાલે અહીં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું, આ દરમિયાન પણ વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રંગારંગ કાર્યક્રમ સાથે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સાળંગપુરના વિશાળ ભોજનાલયની વિશેષતાઓ

-55 કરોડના ખર્ચે નિમાર્ણ થયું “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”

-4000 હજારથી વધુ હરિભક્તો ડાયનિંગ ટેબલ પર બેસી પ્રસાદ લઇ શકશે.

- 7 વિઘા(1,05,395 સ્ક્વેર ફુટ) જમીનમાં પથરાયેલું ભોજનાલય

- 3,25,000 સ્ક્વેર ફુટમાં બિલ્ડીંગનું થયું બાંધકામ.

- 255 કોલમ પર ઊભું કરાયું “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”

- પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી એવં કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી બનાવ્યું ભોજનાલય

- ભોજનાલયની ડીઝાઇન આર્કિટેક પ્રકાશભાઈ ગજ્જર અને સ્ટ્રક્ચરની ડીઝાઇન રાજેશભાઈ પટેલે કરી છે.

- ઇન્ડિયન રોમન સ્ટાઇલનું ભોજનાલયનું એલિવેશન

હાઇટેક કિચનની વિશેષતા:-

- ભોજનાલયમાં 4550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે.

- જેમાં 1 કલાકમાં 20,000 હજારથી વઘુ લોકોની રસોઈ

- ગેસ-વીજળી અને લાઈટ વગર બનશે રસોઈ.

- દરેક શ્રદ્ધાળુને પીરસાશે ગરમાગરમ રસોઈ.

ડાઈનિંગ હોલની વિશેષતા:

- ભોજનાલયમાં કુલ 7 ડાયનિંગ હોલ

- 30,060 સ્ક્વેર ફૂટમાં ફસ્ટ અને સેકન્ડ ફ્લોરે ૨ મોટા ડાઈનિંગ હોલ

- જેમાં ફસ્ટ સેકન્ડ ફ્લોરે (વીઆઈપી-1, 2650 સ્ક્વેર ફૂટમાં) (વીઆઈપી-2, 2035 સ્ક્વેર ફૂટમાં)

- સેકન્ડ ફ્લોરે (વીઆઈપી-3, 900 સ્ક્વેર ફૂટમાં)

- એક સાથે 4000 હજારથી વધુ હરિભક્તો ડાયનિંગ ટેબલ પર બેસી પ્રસાદ લઇ શકશે.

ભોજનાલયના રૂમની વિશેષતા :-

- ભોજનાલયમાં કુલ 79 રૂમ બનાવ્યા છે જેમાં

- 8 રૂમ 530 સ્ક્વેર ફૂટમાં

- 40 રૂમ 260 સ્ક્વેર ફૂટમાં

- 22 રૂમ 345 સ્ક્વેર ફૂટમાં

- 4 રૂમ 368 સ્ક્વેર ફૂટમાં

- 8 રૂમ 530 સ્ક્વેર ફૂટમાં

- 1 રૂમ 306 સ્ક્વેર ફૂટમાં

- 1 રૂમ 475 સ્ક્વેર ફૂટમાં

- 1 રૂમ 370 સ્ક્વેર ફૂટમાં

- 1 રૂમ 335 સ્ક્વેર ફૂટમાં

- 1 રૂમ 530 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવેલ છે.

શ્રી કષ્ટભંજન ભોજનાલયની વિશેષતાઓ

ભોનાલયમાં કુલ 5 લિફ્ટ બનાવવામાં આવી છે :-

- 216 સ્ક્વેર ફૂટની એક

- 103 સ્ક્વેર ફૂટની બે

- 96 અને 81 સ્ક્વેર ફૂટની એક- એક લિફ્ટ છે.

- ભોજનાલયના મેઈન એન્ટ્રસમાં કુલ 75 ફૂટ પહોળા 28 પગથિયા બનાવવામાં આવેલ છે

ભોનાલયના કન્સ્ટ્રકશનની વિશેષતા :-

- 8 ઓગસ્ટ 2021ના રોજ ભોજનાલયનું કામ શરુ કરાયું હતું.

- ભોજનાલયમાં ખાસ કેવિટી વોલ બનાવાઈ.

- આ વોલ ભોજનાલયનું અંદરનું તાપમાન ઠંડું રાખશે.

- ભોજનાલયમાં કુલ 17 લાખથી વધુ શ્રીરામ લખેલી ઇંટોનો ઉપયોગ થયો છે.

- 3 મહિનામાં ગાંધીનગરના ભઠ્ઠામાં ઇંટો બનાવી.

શ્રી રામ લખેલી ઈંટોનો ઉપયોગ કરાયો

- 3,35,000 સ્ક્વેર ફૂટમાં વિશેષ ટાઈલ્સ લગાવી.

- ટાઈલ્સ થાન, રાજસ્થાન, કચ્છ સહિતના 25 તીર્થધામની માટીનો ઉપયોગ કરાયો.

- આ ટાઈલ્સ મોરબીમાં 3 મહિનામાં બનાવાઈ.

- બાંધકામમાં 22,75,000 ટનથી વધુ લોખંડનો ઉપયોગ કરાયો.

- 180 કારીગરો દિવસના 12 કલાક કામ કરતા હતા.સ્પેશયલ@સાળંગપુર: રાજ્યનું સૌથી વિશાળ હાઈટેક 'શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય', જાણો એક જ ક્લિકે