ચિંતા@ઉ.ગુ.: તો શું ફરી એકવાર પંથકમાં તીડ આક્રમણનું સંકટ, જાણો એક જ ક્લિકે

 
Tid

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ થરાદ, વાવ અને સુઈગામ સહિતના ગામડાઓમાં ભારે સંખ્યા તીડના ઝૂંડ ખેતરોમાં આવેલા અને ઉભા પાકને નષ્ટ કર્યો હતો. અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાનનો વારો આવ્યો હતો. જ્યારે ત્રણ વર્ષ બાદ ફરી રાજસ્થાનમાં તીડ હોવાનું જાણવા મળતા હજુ ગુજરાતથી 500 કિલોમીટરથી વધુ તીડ દૂર હોવાના સંકેતને લઈને બનાસકાંઠા જિલ્લા તીડ નિયંત્રણ ટીમ દ્વારા થરાદ તાલુકાના ચારડા, વાવ તાલુકાના અસારાવાસ તેમજ સુઈગામ તાલુકાના માધપુરા જલોયા અને સુઇગામ તાલુકાની તીડનિયંત્રણ ટીમ દ્વારા ખેતરોમાં જઈ વિઝિટ કરાઈ હતી. અને તીડ બાબતે નિરીક્ષણ કર્યું હતું.

જ્યારે આ તીડનો ખતરો પાટણ જિલ્લામાં વર્તાઈ રહ્યો છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તીડ આવશે કે નહીં તે હજી ચોક્કસ જાણવા નથી મળ્યું. પરંતુ વહીવટી તંત્ર દ્વારા હાલ તો એલર્ટ રહીને સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી. હાલ તો ખેડૂતોમાં તીડ આવવાના સંકેતને લઈને ચિંતિત બન્યા છે.

અત્યાર ચોમાસુ બાજરી, જુવાર, મગ, મઠ, તલ અને મગફળી જેવા પાક ખેતરોમાં લહેરાઈ રહ્યો છે. ત્યારે તીડ આવવાના સંકેત મળતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તીડ પહેલાં તીડ નિયંત્રણ ટીમ એલર્ટ અને બનાસકાંઠાના થરાદના ચારડા, વાવના અસારાવાસ અને સુઇગામના જલીયા, માધપુરા, સુઇગામ સહિત રાધનપુર વિસ્તારમાં એલર્ટ કરવામાં આવ્યા છે .