ચકચાર@પાલનપુર: ગ્રાન્ટ પાસ કરવા સમાજ કલ્યાણ અધિકારીએ માંગી લાંચ, આખરે એસીબીએ ઝડપ્યા

 
ACB palanpur

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક લાંચિયા અધિકારી ACBના સકંજામાં આવ્યા છે. વિગતો મુજબ એક ફરીયાદી સરકારી ગ્રાન્ટેડ છાત્રાલય ચલાવતા હોવાથી સરકાર તરફથી મળતી છાત્રોના નિભાવની સરકારી ગ્રાન્ટ પાસ કરવી જરૂરી હોય છે. જોકે આરોપી સમાજ કલ્યાણ અધીકારીએ છાત્રોના નિભાવની સરકારી ગ્રાન્ટ પાસ તેમજ કોઈ ખામીઓ ના કાઢી ગ્રાન્ટ મંજૂર કરવા સારુ 10,000 લાંચની માંગણી કરી હતી.જે બાદમાં ACBએ આરોપીને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. 

બનાસકાંઠા જિલ્લાનાં મુખ્યમથક પાલનપુર ખાતે સમાજ કલ્યાણ અધીકારી વર્ગ-2ની પોસ્ટ પર ફરજ બજાવતા અમીત નરેન્દ્રભાઈ પટેલ 10,000ની લાંચ લેતા ઝડપાયા છે. વિગતો મુજબ જિલ્લાનાં એક ફરિયાદી સરકારી ગ્રાન્ટેડ છાત્રાલય ચલાવતા હોય સરકાર તરફથી મળતી છાત્રોના નિભાવની સરકારી ગ્રાન્ટ પાસ કરવાના તેમજ કોઈ ખામીઓ ના કાઢી ગ્રાન્ટ મંજૂર કરવા સારુ અમીત નરેન્દ્રભાઈ પટેલે 10,000 લાંચની માંગણી કરી હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય પાલનપુર ACBનો સંપર્ક કર્યો હતો. જેને લઈ એ.સી.બી. બોર્ડર એકમ, ભુજના દદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપર વિઝન હેઠળ બનાસકાંઠા ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એ.ચૌધરીની ટીમે છટકું ગોઠવ્યું હતું. જ્યાં થરાદ ચાર રસ્તા, ભાભર રોડ, થરાદથી આરોપી સમાજ કલ્યાણ અધીકારી વર્ગ-2ની પોસ્ટ પર ફરજ બજાવતા અમીત નરેન્દ્રભાઈ પટેલને 10,000ની લાંચ લેતા ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.