જગ્યા@સાંતલપુર: પ્લોટની માલિકી આપ્યા બાદ આકારણી સામે સવાલો, પુરાવા માટે મથામણ

અટલ સમાચાર, સાંતલપુર
સાંતલપુર તાલુકાના ગામે રહેણાંક જગ્યાની સરકારી રેકર્ડ પરની આકારણી બાદ મોટી ઘટના સામે આવી છે. એક જ પરિવારની 2 ક્રમાંક ઉપરની આકારણી બાદ તે જ જમીન ઉપર ત્રીજો નંબર પાડી નવી આકારણી દર્શાવવામાં આવી છે. ત્રીજા નંબર ઉપર પરિવારના જ વ્યક્તિને નામે આકારણી બાદ માલિકી હક્કની પ્રાથમિક બાબતો સામે આવ્યા બાદ રજૂઆત થઇ છે. જેમાં આકારણી પત્રકમાં એક જ પ્લોટના 2 ક્રમ બાદ ત્રીજો ક્રમ ઉમેરવાં દરમ્યાન જમીનની માલિકી હક્કનો મુદ્દો સામે આવ્યો છે. જેની સામે રજૂઆત બાદ તત્કાલિન તલાટીને નોટીસ સહિતની સરકારી પ્રક્રિયા સામે આવી છે.
રજૂઆત અને તપાસ વચ્ચેની સૌથી મોટી વાત
પીપરાળા ગ્રામ પંચાયતના આકારણી રેકર્ડ ઉપરના ક્રમ ૭૯ અને ૮૦ની જમીન-જગ્યા મૃતક પિતાની બે દીકરીઓને ફાળે આવી છે. જેમાં આ જગ્યા ઉપર ગ્રામ પંચાયતે નવી આકારણી દરમ્યાન ત્રીજો નંબર પાડવામાં અધિકૃત બે બહેનોની મંજૂરી લીધી છે કે કેમ ? તેમજ જો આકારણી જે વ્યક્તિના નામે કરી છે તે માટેના આધાર-પુરાવાઓ તપાસમાં રજૂ કરી ડીડીઓ કે તપાસ અધિકારી મારફત રજૂઆતકર્તાને બતાવ્યા વિના દફતરે કરવા સામે અરજદારે સવાલો ઉઠાવ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાની પીપરાળા ગ્રામ પંચાયત હેઠળ જગ્યાઓની આકારણી મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના આકારણી પત્રકમાં વર્ષોથી એક જ જગ્યાના 79 અને 80 ક્રમ નંબર ઉપર પરિવારના નામો છે. જેમાં 79 ક્રમ નંબરે વાડો તથા વરંડો જ્યારે 80 ક્રમ નંબર ઉપરના ચાર ઓરડામાં બે બહેનો અને પિતા સહિત 3ના નામ બતાવેલા છે. વર્ષોથી આ 2 ક્રમાંકની વિગતો આકારણી પત્રકમાં જળવાઇ રહ્યા બાદ આ જગ્યા ઉપર જ ક્રમ નંબર 789 આપી ગ્રામ પંચાયતે ત્રીજી આકારણી બતાવી છે. જેમાં આકારણી દરમ્યાન મિલ્કત નંબર 789 શરતચૂકથી રહી ગયેલ હોવાનું કારણ બતાવી ઉમેરી છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, સમગ્ર મામલે વર્ષોથી ચાલી આવતી આકારણીમાં 2 ક્રમાંક બાદ એક જ જગ્યા ઉપર ત્રીજો ક્રમ આપી દાખલ કરેલ આકારણી વિરૂધ્ધ રજૂઆત થઇ છે. જેમાં રજૂઆતકર્તાએ 789 ક્રમની આકારણી દાખલ કરવા સામે પીજી પોર્ટલ ઉપર ઓનલાઇન ફરીયાદ કરી છે. તત્કાલિન તલાટી અને સરપંચે ૭૮૯ નંબરની આકારણી દાખલ કરવા દરમ્યાન જમીન માલિકી લગતના પુરાવાઓ લીધા હતા કે કેમ ? તે મુદ્દે રજૂઆત કર્યા બાદ તપાસની વચ્ચે તત્કાલિન તલાટીને નોટીસ ફટકારી અને રીપોર્ટ તૈયાર થયો હતો. આ દરમ્યાન પીપરાળા ગ્રામ પંચાયતે અચાનક રજૂઆતકર્તા વ્યક્તિને જ આધારા-પુરાવાઓ આપવાની બાબતે રૂબરૂ બોલાવતાં વળાંક આવ્યો હતો.