સુવિધા@ગુજરાત: સુરતથી સ્પાઈસ જેટની ગોવા અને પુણેની ફ્લાઈટની સેવા શરૂ, જાણો વધુ

 
Surat Air Port

અટલ સમાચાર, ડેસ્ક

આજથી સ્પાઇસ જેટ સુરતથી ગોવા અને પૂનેની ફ્લાઇટ શરૂ કરશે. સુરતને પહેલી વખત નોર્થ ગોવાના મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટની કનેક્ટિવિટી મળી છે. બંને ફ્લાઇટનું એરફેર 4000થી 4500 આસપાસ છે. આગામી દિવસોમાં હીરાબુર્સ શરૂ થતાં સારો એવો પેસેન્જર લોડ મળી શકે છે, તેવું એરલાઇન્સે વિચાર્યું છે. સ્પાઇસ જેટ ગોવા અને પૂનાની ફ્લાઇટ શરૂ કર્યા બાદ આગામી દિવસોમાં જયપુર અને મુંબઇની ફ્લાઇટ પણ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

હીરા બુર્સ શરૂ થયા બાદ વધુ પેસેન્જર મળવાની શક્યતા સેવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં જયપુર અને મુંબઈની ફ્લાઇટ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. ગોવાની ફ્લાઇટ સુરત એરપોર્ટથી સાંજે 5.20 કલાકે ઉપડશે અને સાંજે 6.50 કલાકે ગોવા પહોંચશે. ગોવા થી સાંજે 7.20 કલાકે ઉપડશે અને રાત્રે 9.05 કલાકે સુરત પહોંચશે.

ગોવાની ફ્લાઇટ સોમ, મંગળ,બુધ,શુક્ર ,શનિ અને રવિવારે ઓપરેટ થશે. પુણાની ફ્લાઇટ સવારે 6.20 કલાકે સુરતથી એરપોર્ટથી ઉપડશે અને 7.40 કલાકે પુણા પહોંચશે. પુણાથી બપોરે 3.10 કલાકે ઉપડશે અને સાંજે 4.20 કલાકે સુરત એરપોર્ટ પહોંચશે. પુણાની ફ્લાઇટ રવિ, સોમ, મંગળ, બુધ,ગુરુ અને શુક્રવારે ઓપરેટ કરાશે. પુણાથી શનિવારે ફ્લાઇટ સવારે 7.50 કલાકે ટેક ઓફ થઈ સવારે 9.00 કલાકે સુરત એરપોર્ટ પહોંચશે.