ઘટના@રાજકોટ: ST ડિવિઝનના ડ્રાઇવરે PM મોદી પાસે કરી ઈચ્છા મૃત્યુની માંગ, જાણો વિગત

 
Rajkot

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ ST ડિવિઝનના ડ્રાઇવરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી. અધિકારીઓ ત્રાસ ગુજારતા હોવાનો ડ્રાઇવરે આક્ષેપ કર્યો હતો. આ પત્રમાં સહ પરિવાર સાથે ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી.

વર્ષ 2020માં મોરબી એસ.ટી. ડેપોમાં બસની કથળી ગયેલી હાલત અંગે મીડિયામાં નિવેદન આપતા અધિકારીઓ દ્વારા ખાર રાખવામાં આવ્યો હોવાનો આરોપ છે. ડ્રાઇવરે મીડિયામાં નિવેદન આપતા પાંચ વખત સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો..આ પત્રમાં રાજ્ય સરકાર પાસે યોગ્ય ન્યાયની માંગ કરી છે.