કાર્યવાહી@ગુજરાત: સ્ટેટ મોનિટરિંગ સેલે 1 લાખ લિટર બાયોડીઝલ સાથે 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં પ્રતિબંધિત બાયોડીઝલ પર વારંવાર રેડ થવા છતાં ગેરકાયદે વેપલો ચાલતો હોવાનું સામે આવે છે. ત્યારે સુરતના સચિન જીઆઈડીસી અને ઉતરાણમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને 1 લાખથી વધુ લિટર બાયોડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અલગ અલગ જગ્યાએથી કુલ 1.20 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉતરાણ અને સચિન જીઆઈડીસી પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. સચિન જીઆઈડીસી અને ઉતરાણ પોલીસ મથકની હદમાં ચાલતા ગેરકાયદે બાયોડીઝલના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલનો છાપો પડ્યો હતો. જેમાં ગેરકાયદે બાયોડીઝલની પ્રવૃત્તિ પર છાપો મારી ચાર લોકોને ઝડપી પડાયા હતાં. જેમની પાસેથી 1.20 કરોડથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે ભેળસેળ યુક્ત 1,30,330 લિટર બાયોડીઝલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો ચે.
બે અલગ અલગ પોલીસ મથકોની હદમાં ચાલતો હતો ગેરકાયદે બાયોડીઝલના વેપલાનો પર્દાફાશ થયો છે. ભેળસેળ યુક્ત બાયોડીઝલ લક્ઝરી બસ સહિત અન્ય વાહનોમાં સપ્લાય કરવામાં આવતું હતું. ઉતરાણ પોલીસ મથકની હદમાં આવેલ ગોપીન ગામ અને સચિન જીઆડીસીના રોડ નંબર 8 પર આવેલ પ્લોટ નમ્બર 835/1 માં છાપો મારી જથ્થો ઝડપી પાડ્યો હતો. સચિન જીઆઈડીસી ખાતે પાયલ ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 835/1 ને સિઝ કરી 3 વાહનો જપ્ત કર્યા હતાં. બંને સ્થળો પરથી હિતેશ પ્રવીણ કોલડીયા ,રવિ રાજમણી મિશ્રા,નાજીભાઈ દભુભાઈ મિત્રા અને મહેશ રાજાભાઈ ગોયાણીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અલ્પેશ બાબુભાઇ ડોંડા,લલિત બાબુભાઇ ડોંડા,સંજય મધુભાઈ તાવીયા, દિપક મધુભાઈ તાવીયા,ટ્રાવેલ્સ માલિક રુક્કડભાઈ રબારી અને ટ્રાવેલ્સ મેનેજર જીતુભાઇ દેવજીભાઈ ખીશિયાને વોન્ટેડ જાહેર કરાયા છે.